સોનાક્ષી પર સવાર થયું આયટમ નંબરનું ભૂત
મુંબઈ, 22 જુલાઈ : અત્યાર સુધી શરાફતનો ચોળો પહેરી રાખનાર સોનાક્ષી સિન્હાએ પણ હવે બોલ્ડ થવાની તૈયારી કરી લીધી છે. આપને જાણીને આશ્ચર્ય થશે, પણ હકીકત આ જ છે. સમાચાર મળે છે કે અક્ષય કુમારની આવનાર ફિલ્મમાં સોનાક્ષી એક હૉટ આયટમ નંબર કરવાનાં છે કે જે એકદમ તડકતું-ભડકતું હશે. સોના આ ગીતમાં શૉર્ટ ડ્રેસમાં નજરે પડશે.

કહે છે કે અક્ષય કુમારના કહેવા પર સોનાક્ષી સિન્હા આટલો હૉટ અંદાજ અપનાવવા તૈયાર થયાં, કારણ કે મિસ્ટર અક્કીએ જણાવ્યું કે જો બૉલીવુડમાં ટૉપ પૉઝિશન મેળવવી હોય, તો તેમને થોડોક બોલ્ડ લુક અપનાવવો જ રહ્યો. જોકે આ અગાઉ સોનાક્ષી સિન્હા સાજિદ ખાનની ફ્લૉપ હિમ્મતવાલા ફિલ્મમાં એક હૉટ કૅબરે ડાન્સ કરી ચુક્યાં છે કે જેમાં તેમણે પરવીન બૉબીનો અવતાર ધર્યો હતો. તેની પાછળ કારણ એ જ જણાવાયુ હતું કે સોનાક્ષી લોકોને જણાવવા માંગતા હતાં કે તેઓ પણ સ્કર્ટ તેમજ ટાઇટ જિન્સમાં ડાન્સ કરી શકે છે. તેઓ માત્ર લેંઘો કે સાડી પહેરનાર અભિનેત્રી નથી, કારણ કે સોનાક્ષીએ 2010માં દબંગ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પગ મૂક્યો, ત્યારથી તેઓ મોટાભાગે સાડીમાં જ દેખાયાં છે.
જોકે વિચારવા જેવી બાબત એ છે કે સિન્હા પરિવારે અગાઉ જ જાહેરાત કરી હતી કે સોનાક્ષી સિન્હા આયટમ નંબર નહીં કરે અને સોનાક્ષી પોતાના પરિવારની વિરુદ્ધ જઈ કોઈ કામ નથી કરતાં. તેથી શું એમ માની લઇએ કે સોનાક્ષી પોતાના પરિવારની વિરુદ્ધ જઈ આયટમ નંબર કરવાં જઈ રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
