એઓએસની સ્ક્રીનિંગ જોઈ ધૈર્ય ગુમાવી બેઠાં સોનાક્ષી
મુંબઈ, 10 નવેમ્બર : સોનાક્ષી સિન્હા અને અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મ ચાર દિવસ પછી રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ એમ લાગે છે કે જામે સોનાક્ષી વધુ ઇંતેજાર નથી કરી શકી રહી. પહેલી વાર અજય દેવગણ સાથે કામ કરનાર સોનાક્ષી એસઓએસ ફિલ્મ અંગે ખૂબ ઉત્સુક છે. સોનાક્ષીએ પોતાની આ બેકરારીનો ઇઝહાર પોતાના ટ્વિટર ઉપર ગઈકાલે કર્યું. ગઈકાલે સોનાક્ષીએ એસઓએસની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ અને પછી તરત જ પોતાની આ ઇંતેજારી અને આતુરતા ટ્વિટર ઉપર વ્યક્ત કરી.

સન ઑફ સરદાર જોયાં બાદ સોનાક્ષી આટલા બધાં ખુશ થઈ ગયાં કે તેમણે ફટાકથી ટ્વિટર ઍકાઉંટ ખોલ્યું અને લખી નાંખ્યું - મેં સન ઑફ સરદાર પોતાના પરિવાર સાથે જોઈ અને હવે મારાથી વધુ રાહ નથી જોવાતી. હું ધીરજ ગુમાવી બેઠી છું કે આપ પણ આ ફિલ્મ જુઓ. સાથે જ સોનાફી પોતાની ફિલ્મ સાથે સલમાન ખાનની ફિલ્મ દબંગ 2નું ટ્રેલર રિલીઝ થવા અંગે પણ ખૂબ ઉત્સાહિત છે. તેમણે લખ્યું - ગેસ, કોણ પાછું આવ્યું છે. સન ઑફ સરદાર સાથે જુઓ ટ્રેલર.
સોનાક્ષી સિન્હાએ એમ પણ જણાવ્યું કે તેઓ 100 કરોડ ક્લબમાં શામેલ થવાં અંગે કઈં જ નથી વિચારી રહ્યાં. તેઓ બસ એટલું જ ઇચ્છે છે કે ફિલ્મ સફળ થાય. સોનાક્ષીએ જણાવ્યું કે તેઓ ક્યારેય પોતાના ધાબે જઈ નહિં ચિલ્લાવે કે તેમની ફિલ્મનો 100 કરોડ ક્લબમાં સમાવેશ થઈ ગયો છે. સાથે જ જબ તક હૈ જાન સાથે ચાલતાં વિવાદ અંગે પણ સોનાક્ષીએ ખૂબ જ પૉઝિટિવ જવાબ આપ્યો અને જણાવ્યું - હું સ્વસ્થ સ્પર્ધામાં વિશ્વાસ ધરાવું છું. સોનાક્ષીએ માહિતી પણ આપી કે તેની આગામી ફિલ્મ લુટેરાનું શુટિંગ ટુંકમાં જ શરૂ થશે.
દીવાળીના દિવસે રિલીઝ થઈ રહેલ એસઓએસ અને જેટીએચજે વચ્ચે અસલી જંગ હવે શરૂ થશે. 14મી નવેમ્બરથી જ્યારે ફિલ્મનું કલેક્શન આવવાનું શરૂ થશે. તો બસ ત્રણ દિવસ વધુ રાહ જુઓ સોનાક્ષી સિન્હા, કૅટરીના કૈફનું સૌંદર્ય માણવા, અજય દેવગણની એક્શન અને શાહરુખનું રોમાંસ જોવા માટે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
