વિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની ફિલ્મ દબંગ-3, શૂટિંગ રોકવા ઉઠી માંગ
વિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની દબંગ-3, શૂટિંગ રોકવા ઉઠી માંગ
થોડા દિવસો પહેલા સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું ઈન્દોરમાં શૂટિંગ શરૂ થયું. ખાસ વાત છે કે ફિલ્મના સેટ પરથી સલમાન ખાનના કેટલાક ખાસ વીડિયો પણ લીક થઈ ગયા છે. એક વીડિયોમાં જ્યાં સલમાન ખાનના ગીતનું શૂટિંગ થઈ રહ્યું છે અને સલમાન ખાન સાથે સાધુ વેશભૂષામાં કેટલાક લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, આ ગીતને લઈ દંબગ 3 વિવાદોમાં ફસાઈ ચૂકી છે અને શૂટિંગ રોકવાની માંગ કરવામાં આવી રહી છે.

વિવાદોમાં ઘેરાઈ સલમાન ખાનની દબંગ-3
જણાવી દઈએ કે નર્મદા ઘાટ પર થઈ રહેલ દબંગ 3ના શૂટિંગમાં સલાન ખાને હુડ દબંગ દબંગ... ગીત પર સાધુ-સંતની વેશભૂષામાં કલાકારો સાથે ડાન્સ કર્યો. સાધુ બનેલ કલાકારો પર નર્મદામાં ડુબકી લગાવવાના દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યાં. જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો. તેમનું કહેવું છે કે સાધૂ-સંતોને આવી રીતે દેખાડવા અમારી સંસ્કૃતિની ખોટી તસવીર રજૂ કરવા બરાબર છે.

શૂટિંગ રોકવા ઉઠી માંગ
નવયુવક હિંદુ મિત્ર મંડળે ફિલ્મનું શૂટિંગ રોકવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આનાથી સાધૂ-સંતોની ખોટી છબી બનશે. આ અમારી ભાવનાઓ સાથેની રમત છે. જણાવી દઈએ કે 3 એપ્રિલ સુધી દબંગ 3નું શૂટિંગ ઈન્દોરમાં થવાનું છે. પરંતુ હવે જોવાનું રહેશે કે ફિલ્મ આ વિવાદથી કેવી રીતે નિપટે છે. માત્ર દબંગ 3 જ નહિ, બલકે બૉલીવુડની કેટલીય પિલ્મો આવી રીતે વિવાદોમાં ફસાઈ હતી...

પદ્માવત
સંજય લીલા ભણસાલીની આ ફિલ્મે પણ વિવાદ સર્જ્યો હતો. દીપિકાનું નાક કાપવાની ધમકીથી લઈ નિર્દેશને આગના હવાલે કરવા સુધીની ધમકી આપવામાં આી હતી. રાજપૂતોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો.

મોહલ્લા અસ્સી
વારાણસીના અસ્સી ઘાટની આજુબાજુ બનાવવામાં આવેલ આ ફિલ્મ માંડ માંડ રિલીઝ થઈ શકી. સની દેઓ સ્ટારર આ ફિલ્મ વિવાદોને કારણે વર્ષો સુધી અટકી પડી હતી.

પીકે
રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ આ પિલ્મ પર પણ ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચી હોવાનો આરોપ લાગ્યો હતો.

માઈ નેમ ઈઝ ખાન
શાહરુખ ખાન અને કાજોલની આ ફિલ્મના નામ પર ભારે બબાલ થઈ હતી. કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ એક સમુદાયને ટાર્ગેટ કરી રહી છે.

રામલીલા
રામલીલામાં રણવીર અને દીપિકા જોવા મળ્યા હતા. ફિલ્મના નામને લઈ ભારે વિવાદ થયો હતો. બાદમાં ફિલ્મનું નામ બદલી ગોલિયોં કી રાસ લીલા- રામ લીલા કરી દેવામાં આવ્યું હતું.

મણિકર્ણિકા
મણિકર્ણિકાની રિલીઝ પહેલા વિવાદ ઉઠ્યો હતો કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચે સંબંધ દેખાડવામાં આવ્યો છે. ફિલ્મના શૂટિંગમાં પણ ભારે તમાશો કરવામાં આવ્યો હતો. જો કે ફિલ્મમાં આવું કંઈ જ નહોતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
