Pics : સિંઘમ 2 નહીં, સિંઘમ રિટર્ન્સ કહો ભાઈ...
મુંબઈ, 8 મે : ત્રણ વર્ષ અગાઉ મોટા પડદે જોરદાર ધમાલ મચાવનાર ફિલ્મ સિંઘમની સિક્વલનું નામ સિંઘમ 2 નહીં, પણ સિંઘમ રિટર્ન્સ હશે. સિંઘમ 2011માં આવી હતી કે જેમાં અજય દેવગણ લીડ રોલમાં હતાં. અજય સાથે નાયિકા હતા કાજલ અગ્રવાલ.
ગત જાન્યુઆરીમાં જ મુંબઈ પોલીસના ચૅરિટી ફંક્શન ઉમંગ 2014 દરમિયાન તે વખતના મુંબઈ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહના હસ્તે સિંઘમની સિક્વલ બનાવવાની જાહેરાત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટી હાજર હતાં. આ ફંક્શનમાં સિંઘમની સિક્વલમાં અજય સાથે કરીના કપૂરને કાસ્ટ કરાયાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
અત્યાર સુધી સિંઘમની સિક્વલનું નામ સિંઘમ 2 જ કહેવાતુ હતું, પરંતુ હવે તેનું નામ સિંઘમ રિટર્ન્સ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ હાલ મુંબઈમાં ચાલી રહ્યું છે. કહે છે કે દિગ્દર્શક રોહિત શેટ્ટી તથા અભિનેતા અજય દેવગણની જોડી ટુંકમાં જ એક્શનનો ડબલ ડોઝ લઈ મોટા પડદે નજરે પડવાની છે.
સિંઘમ રિટર્ન્સ સાથે અજય-કરીનાની જોડી પણ ગોલમાલ સિરીઝ બાદ ફરી જોવા મળશે. અજય-કરીનાની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી છે, તો અજય-રોહિતની જોડીએ ગોલમાલ, ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, ઑલ ધ બેસ્ટ, બોલ બચ્ચન જેવી હિટ ફિલ્મો આપી છે. સિંઘમ રિટર્ન્સ ઑગસ્ટમાં રિલીઝ થવાની શક્યતા છે.
ચાલો આપને બતાવીએ સિંઘમ રિટર્ન્સના સેટ પરની તસવીરો :

ઉમંગ 2014માં જાહેરાત
મુંબઈ પોલીસના ચૅરિટી ફંક્શન ઉમંગ 2014માં રોહિત શેટ્ટીએ તે વખતના મુંબઈ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહ દ્વારા સિંઘમની સિક્વલ બનાવવાની જાહેરાત કરાવી હતી.

હિટ જોડીઓ
સિંઘમની સિક્વલમાં કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવ્યાં છે. અજય-રોહિત અને અજય-કરીનાની જોડીએ અનેક હિટ ફિલ્મો આપી છે.

હવે સિંઘમ રિટર્ન્સ
જાહેરાત વખતે તો સિંઘમની સિક્વલને સિંઘમ 2 તરીકે માનવામાં આવી હતી, પરંતુ હવે તેનું નામ સિંઘમ રિટર્ન્સ કરી દેવામાં આવ્યું છે.

શૂટિંગ શરૂ
સિંઘમ રિટર્ન્સ ફિલ્મનું મુંબઈમાં શૂટિંગ શરૂ થઈ ગયું છે. એક દૃશ્ય માહિમ દરગાહ ખાતે શૂટ કરવામાં આવ્યું છે.

ઑગસ્ટમાં રિલીઝ
વર્ષ 2011માં આવેલી સિંઘમની સિક્વલ સિંઘમ રિટર્ન્સ ઑગસ્ટમાં રિલીઝ થવાની શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
