BOX OFFICE: "સિંહ ઇઝ બ્લિંગ" અક્ષયને રીપ્લેસ કર્યો એમી જેક્સને
અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત ફિલ્મ "સિંહ ઇઝ બ્લિંગ" રિલીઝ થઇ ચૂકી છે. પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ કોમેડી અને એકશ્નથી ભરપૂર છે. હવે અક્ષય કુમારના હાથમાં કોમેડી ફિલ્મ આપી દેવામાં આવે તો...શું થાય તમે સમજી જ શકો છો, ફિલ્મ ધમાકેદાર જ હશે.
દર્શકો અને સમીક્ષકો તરફથી ફિલ્મને સારો રીસપોન્સ મળી રહ્યો છે. ખાસ કરીને ફિલ્મની ત્રણેય મેઇન લીડની ઘણી પ્રશંસા થઇ રહી છે. અને તેની સીધી અસર સિનેમાઘરો પર જોવા મળી રહી છે. જો ટ્રેડ એનાલીસ્ટનું માનીએ તો ફિલ્મ પહેલા દિવસે 20 કરોડની કમાણી કરશે. ટૂંકમાં 'સિંહ ઇઝ બ્લિંગ' હાસ્યના દરિયાથી ઓછી નથી.
હેરાન થવા જેવી વાત તો એ છેકે અક્ષયની હાજરી હોવા છતા ફિલ્મમાં એમી જેક્સનના વખાણ વધુ થઇ રહ્યાં છે. એમી ફિલ્મમાં એક્શન સીન્સ કરતી પણ જોવા મળી રહી છે. ફિલ્મમાં આ ઉપરાંત લારા દત્તા અને કે.કે.મેનન પણ મહત્વની ભૂમિકામાં છે.

અક્ષય કુમાર
ફિલ્મમાં અક્ષયનું પાત્ર કોઇ પણ કામને અડધુ કરવા માટે ઓળખાય છે, તેને કારકિર્દીની કોઇ ચિંતા નથી. જેથી કંટાળીને તેના પિતા તેને ગોવા એક મિત્ર પાસે મોકલે છે, જે કસીનો ચલાવે છે. બસ આટલુ જ વધુ જાણવા માટે તો ફિલ્મ જોવી પડશે. પણ હા, એટલુ ચોક્કસ કહીં શકાય કે અક્ષયના હાથમાં કોમેડી ફિલ્મ આવી જાય તો પછી...

એમી જેક્સન
એમી જેક્સન માટે બસ એટલુ જ કહીં શકાય કે ફિલ્મમાં એમી અક્ષયને રીપ્લેસ કરી ગઇ છે. એમીને એક માફિયા ડૉનની દિકરી બતાવવામાં આવી છે. અને અક્ષય કુમાર સારાનું દિલ જીતવા માટે તમામ પ્રયાસ કરે છે. વેલ ફિલ્મમાં, એમીના અક્ષય કરતા વધુ વખાણ થઇ રહ્યાં છે.

પ્રભુદેવા ફ્લેવર
ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યું છે, અને પ્રભુદેવાની ફિલ્મોનો એક અલગ અંદાજ હોય છે, જે આ ફિલ્મમાં પણ જોવા મળી રહ્યો છે. ફુ્લ એકશ્ન, કોમેડી અને તેની વચ્ચે એક લવ સ્ટોરી...

લારા દત્તા
જી હા, ફિલ્મમાં લારા દત્તા એક સરપ્રાઇઝ પેકેજની જેમ છે. જો સમીક્ષકોની માનીએ તો લારા દત્તાએ અત્યારસુધી પોતાની કોમીક ટેલેન્ટ છુપાવીને રાખી હતી. ફિલ્મમાં લારાનો રોલ રસપ્રદ છે, જે એમી અને અક્ષય વચ્ચે ટ્રાન્સલેટરનું કામ કરે છે.

કોમેડી
અક્ષયકુમારની આ વર્ષે ત્રણ ફિલ્મ રિલીઝ થઇ છે. અને ત્રણેય ફિલ્મો ગંભીર હતી. તેવામાં અક્ષયના ફેન્સ આ ફિલ્મ કોઇ પણ હાલતમાં નહીં છોડે. ફિલ્મમાં કોમેડી પંચ ઘણાં

બોક્સ ઓફિસ
જો ફિલ્મ સમીક્ષકોનું માનીએ તો ફિલ્મ પહેલા દિવસે જ લગભગ 20 કરોડનો બીઝનેસ કરશે, અને એક અઠવાડિયાની અંદર ફિલ્મ 100 કરોડ ક્લબમાં શામેલ થઇ જશે.

Overall
2 કલાક અને 21 મિનિટમાં ફિલ્મનો પહેલો ભાગ બહુ રસપ્રદ છે, તો બીજો ભાગ થોડો નબળો છે. પહેલી વાર એવું બન્યું છે કે કોઇ એક્ટ્રેસને અક્ષય કરતા વધુ મહત્વ આપવામાં આવ્યુ હોય. જી હા, ફિલ્મમાં એમીએ ખતરનાક સ્ટંટ કર્યા છે. ફિલ્મ રોમાનિયા, ગોવા અને પંજાબમાં શૂટ થઇ છે. ફિલ્મનું ગીત 'ટુંગ-ટુંગ' પહેલા જ લોકોને પસંદ પડી ચૂક્યું છે. સ્ક્રીપ્ટ થોડી નબળી છે, પણ ફિલ્મ એન્ટરટેઇનિંગ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
