Marjaavaan પહેલા પોસ્ટરમાં રિતેશ અને સિદ્ધાર્થ ખતરનાક દેખાયા
અભિનેતા રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી ફિલ્મ 'મારજાવા' માટે ચર્ચામાં છે, પરંતુ હવે આ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર અને રિલીઝની તારીખ સામે આવી છે.
અભિનેતા રિતેશ દેશમુખ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લાંબા સમયથી ફિલ્મ 'મારજાવા' માટે ચર્ચામાં છે, પરંતુ હવે આ ફિલ્મના ફર્સ્ટ લુક પોસ્ટર અને રિલીઝની તારીખ સામે આવી છે. એક સાથે ત્રણ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે, જેમાં સિદ્ધાર્થ અને રિતેશ ઘણા ખતરનાક જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ અને તારા સુતરિયા આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ સાથે જોવા મળશે.
આ ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરી કરશે અને આ ફિલ્મ 22 નવેમ્બર 2019 ના રોજ રજૂ થશે. આ પોસ્ટરો વિશે વાત કરીએ તો, તેમાં એક લાઈન લખેલી છે કે ..

ધમાકેદાર એક્શન
'મેં મારુંગા મર જાયેગા, દોબારા જન્મ લેને સે ડર જાયેગા'. ફિલ્મના પોસ્ટરો જોતા એક વાત ચોક્કસ થાય છે કે આ ફિલ્મ ખૂબ જ શાનદાર એક્શનથી ભરેલી હશે.

દમદાર રિતેશ દેશમુખ
તમે કદાચ રિતેશ દેશમુખને આ સ્ટાઇલમાં ભાગ્યે જ જોયો હશે પરંતુ આ પોસ્ટર એકદમ અલગ છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રાવણની સામે ઉભા જોવા મળી રહ્યા છે, તે હીરો છે કે વિલન, તે અંગે અનુમાન લગાવવું મુશ્કેલ છે.

તારા સુતરિયા
ફિલ્મમાં અભિનેત્રી તારા સુતરિયા ફરી એકવાર તેની સુંદરતાના જલવા બતાવતી જોવા મળશે.

રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ પણ આ ફિલ્મનો ભાગ બનશે, તાજેતરમાં જ તેણે દે દે પ્યાર દે જેવી હિટ ફિલ્મો આપી છે.

મિલાપ ઝવેરી
આ ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યું છે. તેમને ભૂતકાળમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.
આ પણ વાંચો: આમિર ખાનની આ મોટી ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ જોવા મળશે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
