Shocked : બૉલીવુડ Stars જ્યારે B Grade ફિલ્મોમાં દેખાયાં...

મુંબઈ, 20 સપ્ટેમ્બર : બૉલીવુડ એટલે કે ગ્લૅમર જગત અને આ ઝળહળતા જગત આશ્ચર્યો તથા ઉત્તેજનાઓથી ભરેલુ છે. એક સમયે કોઇક સુપર સ્ટાર આપણને પોતાના વિલક્ષણ અભિનય કૌશલ્ય વડે આશ્ચર્યમાં નાંખી દે છે, તો તેવા સ્ટારને આપણે બી ગ્રેડની ફિલ્મો કરતા જોઈ વધુ આશ્ચર્યમાં પડી જઇએ છીએ.

ગ્લૅમર જગતમાં દરેક કલાકાર માટે સમાન દિવસો નથી રહેતા. કોઇકનો સિતારો બુલંદીએ હોય છે, તો તે જ કલાકાર થોડાક વર્ષો બાદ જમીન પર આવી જાય છે. સ્ટાર કલાકારોને તેમની આવી પરિસ્થિતિ કઈ હદે નીચે પાડી દે છે, તે આપણે એ જ વાત ઉપરથી સમજી શકીએ છીએ કે તેમને બી ગ્રેડની ફિલ્મો કરવી પડે છે. આવી બી ગ્રેડની ફિલ્મો કરનારાઓના નામો પણ આશ્ચર્યમાં મૂકી દે તેવા છે. સૌથી વધુ આશ્ચર્યજનક નામ છે સદીના મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચનનું કે જેમણે બૂમ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કરી સૌને ચોંકાવી દીધા હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ 10 બૉલીવુડ સ્ટાર્સ કે જેમણે બી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી સૌને ચોંકાવી દીધા હતાં :

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

બૉલીવુડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાએ જ્યારે વફા ઍ ડેડ્લી લવ સ્ટોરી જેવી બી ગ્રેડની ફિલ્મમાં કામ કરી ચોંકાવી દીધા હતાં. આ તેમની કમબૅક ફિલ્મ ગણાતી હતી. આ ફિલ્મ જોઈ સૌની આંખો પહોળી થઈ ગઈ હતી.

શક્તિ કપૂર

શક્તિ કપૂર

બૉલીવુડના જાણીતા વિલન શક્તિ કપૂર વિલનમાંથી કૉમિક રોલ પણ કરતા થઈ ગયાં, પરંતુ મેરી લાઇફ મેં ઉસકી વાઇફ જેવી બી ગ્રેડ ફિલ્મ કરી તેમણે સૌને ચોંકાવી દીધા હતાં. એટલુ જ નહીં, શક્તિ કપૂરે એ ગ્રેડની ફિલ્મોમાં સારી તકો મળતી હોવા છતાં આ પ્રકારની ફિલ્મો કરવાનું ચાલુ જ રાખ્યુ હતું.

અક્ષય કુમાર

અક્ષય કુમાર

પોતાના એક્શન અને સ્ટંટ્સ માટે જાણીતા અક્ષય કુમાર પણ મિ. બૉંડ જેવી બી ગ્રેડ ફિલ્મનો ભાગ બન્યા હતાં. મિ. બૉંડ જેમ્સ બૉંડ ફિલ્મ સિરીઝનું દેસી વર્ઝન હતું.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા એક નિર્દોષ યુવતીના રોલ કરવા માટે જાણીતા હતાં, પરંતુ એક છોટી સી લવ સ્ટોરી ફિલ્મમાં કામ કરી તેમણે પોતાની છબી તોડવાનો પ્રયત્નો કર્યો.

એશા કોપીકર

એશા કોપીકર

ડૉન જેવી ઘણી બધી એ ગ્રેડની ફિલ્મોનો ભાગ રહેલા એશા કોપીકરે હસીના સ્માર્ટ, સેક્સી, ડેંજરસ જેવી બી ગ્રેડ ફિલ્મો કરી સૌને આશ્ચર્યમાં મૂક્યા હતાં.

મમતા કુલકર્ણી

મમતા કુલકર્ણી

કરણ અર્જુન અને ક્રાંતિવીર જેવી એ ગ્રેડ ફિલ્મોનો ભાગ રહેલા મમતા કુલકર્ણી ડિવાઇન ટેમ્પલ ખજુરાહો જેવી બી ગ્રેડ ફિલ્મમાં ખૂબ જ બોલ્ડ સીન્સ કરતા દેખાયા હતાં.

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી

બૉલીવુડમાં મિથુન ચક્રવર્તીનો સ્વર્ણિમ ઇતિહાસ રહ્યો છે, પરંતુ તેઓ પણ ક્લાસિક ડાન્સ ઑફ લવ જેવી બી ગ્રેડ ફિલ્મમાં દેખાયા હતાં. આ ફિલ્મમાં તેઓ એક ધાર્મિક ઇંસ્ટ્રક્ટરના રોલમાં હતા કે જે નર્તકી પ્રત્યે આકર્ષાય છે.

નેહા

નેહા

એક સંભ્રાંત અભિનેત્રી, મિસ ઇંડિયા ખિતાબ વિજેતા અને અજય દેવગણ સાથે કયામત સિટી અંડર થ્રેટ જેવી ફિલ્મ સાથે કૅરિયર શરૂ કરનાર નેહા ધુપિયાએ શીલા જેવી બોલ્ડ ફિલ્મમાં સોનૂ સૂદ સાથે ખૂબ જ બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનું કૅરિયર જ્યારે અસ્ત તરફ જવા લાગ્યું, ત્યારે તેમણે બૂમ જેવી બી ગ્રેડ ફિલ્મમાં કામ કરી સૌની ટીકાઓ વહોરી લીધી હતી.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ જેવી આજની અત્યંત લોકપ્રિય અભિનેત્રીએ બૂમ જેવી બી ગ્રેડ ફિલ્મની ડેબ્યુ ફિલ્મ તરીકે પસંદગી કરતાં લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતાં. કૅટને પછી ખ્યાલ આવ્યો હતો કે આ તેમની ભૂલ હતી અને સલમાન ખાને તેમની મદદ કરી તેમને રિલૉન્ચ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X