શર્લિન બન્યાં શાલીન, રેડ લાઇટ એરિયામાં ઉજવ્યો જન્મ દિવસ
મુંબઈ, 12 ફેબ્રુઆરી : જન્મ દિવસ દરેક વ્યક્તિ માટે ખૂબ જ ખાસ અને સ્પેશિયલ ડે હોય છે. દરેક વ્યક્તિ તે પોતાની રીતે ઉજવે છે અને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શર્લિન ચોપરાએ પોતાનો 29મો જન્મ દિવસ કંઇક ખાસ જ બનાવી દીધો. તેમણે ગઈકાલે પોતાનો જન્મ દિવસ મુંબઈના એક ખૂબ જ જૂના અને એશિયાના સૌથી મોટા રેડ લાઇટ એરિયા કમાટીપુરા ખાતે ઉજવ્યો.

શર્લિનનો જન્મ દિવસ ઉજવવા માટે ત્યાં તેમની સાથે અનેક સેક્સ વર્કર્સ પણ હાજર હતી. તેઓએ શર્લિન માટે જન્મ દિવસની કેકનો પણ બંદોબસ્ત કર્યો અને તેમને જન્મ દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી. કેક ઉપર લખેલુ હતું સેલિબ્રિટિંગ વુમનહુડ.
શર્લિન ચોપરા આ વખતનો જન્મ દિવસ કંઈક ખાસ બનાવવા માંગતા હતાં અને જાણે શર્લિનમાંથી શાલીન બની ગયાં. થોડાંક સમય અગાઉ જ્યારે શર્લિન પોતાના પ્લેબૉય શુટ માટે લૉસ એંજલ્સ ગયા હતાં, તો ત્યાં રહી તેમનું સેક્સ વર્કર્સ અંગે દૃષ્ટિકોણ જ બદલાઈ ગયું. સેક્સ વર્કર્સની પ્રાઇવેસીમાં વિક્ષેપ ન થાય, તેથી શર્લિન પોતાના કૅમરાપર્સનને પણ લઈને નહોતા ગયાં. શર્લિન ચોપરાએ ગઈકાલે રાત્રે જ આ સ્પેશિલય જન્મ દિવસ ટ્રીટ પર જતાં અગાઉ ટ્વિટ કર્યું હતું - થોડાંક સ્પેશિયલ લોકોને મળવા અને તેમની દુઆ લેવા તૈયાર થઈ રહી છું.
કમાટીપુરામાં જન્મ દિવસ ઉજવી પરત ફર્યા બાદ શર્લિન ચોપરાએ લખ્યું - કમાટીપુરાની મહિલાઓનો ખૂબ-ખૂબ આભાર કે તેઓ મારમા માટે આટલી સારી કેક લાવી. તેમનો પ્રેમ જોઈ હું ખૂબ ખુશ છું. બધાને ખૂબ-ખૂબ પ્રેમ.
જ્યારે તેમના ફૅન્સે પૂછ્યું કે આ કમાટીપુરા શું છે, તો શર્લિન ચોપરાએ જણાવ્યું - કમાટીપુરા ભારતનો બીજો સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે. પ્રથમ સૌથી મોટો રેડ લાઇટ એરિયા છે સોનાગાચી કે જે કોલકાતા ખાતે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
