સિદ્ધાર્થ શુક્લાના નિધનથી તૂટી ગયેલી શહેનાઝ ગિલની હાલત ખરાબ, વાત કરવાનુ કર્યુ બંધ
હજુ સુધી શહેનાઝ ગિલ ખુદને સિદ્ધાર્થના ન હોવાના દુઃખમાંથી બહાર કાઢી શકી નથી. જાણો તેની શું છે હાલત.
મુંબઈઃ સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનના સમાચારથી ફેન્સનુ દિલ તૂટી ગયુ છે. આ સાથે જ સૌથી વધુ દુઃખ થયુ છે સિદ્ધાર્થ શુક્લાના પરિવાર અને નજીકની દોસ્ત શહેનાઝને. સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલનો સંબંધ બિગ બૉસ 13 દરમિયાન બન્યો. શહેનાઝ ગિલે શો દરમિયાન ઘણી વાર એ વાતનો સ્વીકાર કર્યો કે તે સિદ્ધાર્થ શુક્લાને પ્રેમ કરે છે. શોમાંથી બહાર આવ્યા બાદ સિડનાઝની જોડી વધુ મજબૂત બની. મુંબઈમાં શહેનાઝ ગિલનુ સિદ્ધાર્થ શુક્લાએ પરિવારની જેમ ધ્યાન રાખ્યુ. જ્યારે 2 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુક્લાનુ નિધન થયુ તો ત્યારબાદ શહેનાઝ ગિલ તૂટીને વિખેરાઈ ગઈ. હજુ સુધી શહેનાઝ ગિલ ખુદને સિદ્ધાર્થના ન હોવાના દુઃખમાંથી બહાર કાઢી શકી નથી.

શહેનાઝ ગિલ સંપૂર્ણપણે તૂટી ચૂકી છે
મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેનાઝ ગિલ આ સત્યને અપનાવી નથી શકતી કે સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયાને અલવિદા કહીને જઈ ચૂક્યા છે. સામે આવેલી માહિતી મુજબ સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર બાદ શહેનાઝ ગિલ સંપૂર્ણપણે તૂટી ચૂકી છે.

આવી છે શહેનાઝ ગિલની હાલત
શહેનાઝ ગિલ ના તો બરાબર જમી રહી છે અને તે સૂઈ શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે શહેનાઝ ગિલ માટે આ દુઃખમાંથી બહાર નીકળવુ મુશ્કેલ છે. માહિતી મુજબ શહેનાઝ ગિલની હાલત એવી છે કે કોઈ પણ તેને એકલુ નથી મૂકી રહ્યુ. શહેનાઝ ગિલ કોઈની સાથે વાત પણ નથી કરી રહી. શહેનાઝ ગિલ સાથે તેનો ભાઈ શહેબાઝ છે.

સિદ્ધાર્થ શુક્લાના પરિવાર સાથે શહેનાઝ ગિલ
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ તેનો પરિવાર એટલે મા રીટા શુક્લા અને બહેન પણ શહેનાઝ ગિલને સંભાળવાની કોશિશ કરી રહ્યા છે. સિદ્ધાર્થ શુક્લાની મા આ સ્થિતિમાં શહેનાઝ ગિલને સતત સંભાળી રહ્યા છે. સિડનાઝના ફેન્સ પણ શહેનાઝ ગિલને ખુદને સંભાળવા માટે અઢળક હિંમત આપી રહ્યા છે.

શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લા
શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝે ફરીથી એક વાર સિદ્ધાર્થ શુક્લાનો એક ફોટો પોસ્ટ કરીને લખ્યુ છે કે આ ફોટામાં સિદ્ધાર્થ શુક્લા કાળા રંગના શર્ટમાં હસી રહ્યા છે. આ ફોટાને શેર કરીને શહેબાઝે લખ્યુ છે કે આ હસતા દિલને કોઈ નહિ હલાવી શકે. સિદ્ધાર્થ શુક્લા માટે શહેબાઝે લખ્યો છે શેર. વળી, શહેનાઝના પિતા સંતોખ સિંહે સિદ્ધાર્થ શુક્લાને યાદ કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ છે કે વિશ્વાસ નથી થઈ રહ્યો. તમે હંમેશા દિલમાં રહેશો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
