બિગ બીએ લંબાવેલ દોસ્તીનો હાથ શૉટગને થામ્યો
મુંબઈ, 11 ઑક્ટોબર : શૉટગન શત્રુઘ્ન સિન્હાએ ગઈકાલે રાતે બિગ બી અમિતાભ બચ્ચનની બર્થ ડે પાર્ટીમાં ભાગ લઈ બિગ બી તરફથી લાંબાવાયેલ દોસ્તીનો હાથ પકડી લીધો.

વીતેલા વર્ષોમાં અમિતાભ બચ્ચનને હંમેશા ભાંડનાર શત્રુઘ્ન સિન્હા સમગ્ર પરિવાર સાથે આ બર્થ ડે પાર્ટીમાં નજરે ચડ્યાં. તેમની સાથે તેમનાં પત્ની પૂનમ સિન્હા પણ હતાં. આ સાથે જ શૉટગને સાબિત કરી આપ્યું કે તેઓ પોતાના દુઃખના સાથી બિગ બીના સુખના સાથી બનવાની તક નથી ચુક્યાં.
નોંધનીય છે કે ગત જુલાઈમાં શત્રુઘ્ન સિન્હા હૉસ્પિટલમાં દાખલ હતાં. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. તેમની ઉપર બાઈપાસ સર્જરી કરાઈ હતી.
જોકે બિગ બી અને શૉટગન ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે. તેમાં દોસ્તાના, કાલા પત્થર, નસીબ જેવી હિટ ફિલ્મો પણ શામેલ છે. આમ છતાં પછીના કાળમાં બિગ બી અને શૉ઼ટગન વચ્ચેનો દોસ્તાના તુટી ગયો હતો અને આ તાર પાછો ત્યારે સંધાયો જ્યારે બિગ બી જુલાઈ મેં હૉસ્પિટલમાં દાખલ શત્રુઘ્ન સિન્હાના ખબરઅંતર પૂછવા પોતાના પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા હતાં.
તે પછી બિગ બીએ ટ્વિટર ઉપર લખ્યુ હતું કે તેઓ પોતાના સાથી કલાકારોની નાદરુસ્ત તબીયતને કારણે બહુ જ નિરાશ છે. તેમણે જણાવ્યુ હતું કે શત્રુઘ્ન સિન્હા એક બહેતરીન માણસ છે. તેમના ચેહરા ઉપર બીમારીનો જરાય ખેદ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
