સુહાના બાદ હવે શનાયાને મળ્યો પરફેક્ટ મેન, આ હેન્ડસમને ડેટ કરી રહી હોવાનો ખુલાસો
શનાયા કપૂર કરણ કોઠારીને ડેટ કરી રહી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર બન્ને રિલેશનશીપમાં છે અને ક્યારથી રિલેશનમાં છે તેનો કોઈ ખુલાસો થયો નથી.
મુંબઈ : આજકાલ બોલિવૂડમાં સ્ટાર કિડ્સની લવ લાઈફની સતત ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં જ સુહાના ખાનના અફેરનો ખુલાસો થયો હતો ત્યારે હવે કપૂર ખાનદાનની વધુ એક હસીનાના અફેરના સમાચાર સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલી વિગતો અનુસાર શનાયા કપૂરની ડેટને લઈને મોટો ખુલાસો થયો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, મોસ્ટ પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક શનાયા કપૂર કરણ કોઠારીને ડેટ કરી રહી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર બન્ને રિલેશનશીપમાં છે અને ક્યારથી રિલેશનમાં છે તેનો કોઈ ખુલાસો થયો નથી. રિપોર્ટ્સ અનુસાર, બંને લોસ એન્જલસમાં એક જ યુનિવર્સિટીમાં સાથે ભણતા હતા. મળતી વિગત અનુસાર, કરણ કોઠારીને ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નથી.
કરણ કોઠારી બિઝનેસમાં છે અને લોસ એન્જલસમાં પોતાનું સ્ટાર્ટઅપ છે. શનાયાએ ક્યારેય તેના વિશે વાત કરી નથી પરંતુ બંને બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. શનાયાએ પણ કરણ કોઠારીને તેના પાર્ટનર તરીકે ઓળખાણ કરાવી છે.
અહીં તમને જણાવી દઈએ કે શનાયા કપૂર પહેલા હાલમાં જ સુહાના અને અમિતાભ બચ્ચનની પૌત્રી અગસ્ત્ય નંદાના સંબંધોના સમાચાર પણ સામે આવ્યા હતા. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે બચ્ચન અને ખાન પરિવાર પણ તેમના સંબંધોથી વાકેફ છે.
શનાયા કપૂર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ બેધડકથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. એવા પણ અહેવાલો કે આ ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે અને શનાયા કપૂર ટાઇગર શ્રોફની સામે સ્ક્રુ ઢીલાથી ડેબ્યૂ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
