મહેબૂબ સ્ટૂડિયો ખાતે શું કરી રહ્યાં છે બાદશાહ અને દંબગ?
થોડા સમય પહેલા કેટલીક તસવીરો વહેતી થઇ હતી કે બૉલીવુડ બાદશાહ શાહરૂખ ખાન અને દંબગ બોય સલમાન ખાન વચ્ચેની દુશ્મનાવટ ખતમ થઇ ગઇ છે અને બન્ને ફરી મિત્રતાના સેતુથી બંધાઇ ગયા છે. જો કે, આ અંગે બન્ને અભિનેતાઓ દ્વારા કોઇપણ પ્રકારની ટિપ્પણી હજુ સુધી કરવામાં આવી નથી. તેમ છતાં તાજેતરમાં એક એવી ઘટના ઘટી હતી કે આ બન્ને સ્ટાર્સ ફરી એક વખત આમને સામને આવ્યા હતા. જો કે, આ વખતે બન્ને વચ્ચે એકપણ આપલે થઇ નહોતી.
શાહરૂખ ખાન પોતાની બીએમડબલ્યુમાં જ્યારે સલમાન ખાન મર્સિડીઝ બેન્ઝમાં મહેબૂબ સ્ટૂડિયો પહોંચ્યા હતા. બન્નેની કાર એક જ સમયે મેહબૂબ સ્ટૂડિયો પહોંચી હતી. પરંતુ બન્ને વચ્ચે હજુ પણ એ મિત્રતા જોવા મળી નહોતી જે થોડાક સમય પહેલા એક ઇફ્તાર પાર્ટીમાં જોવા મળી હતી. આ તકે મહેબૂબ સ્ટૂડિયો ખાતે અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર રહ્યાં હતા. નોંધનીય છે, સલમાન ખાન પોતાની એક ફિલ્મની શૂટિંગ માટે જ્યારે શાહરૂખ ખાન અને દીપિકા પાદૂકોણ આગામી ફિલ્મના પ્રમોશન માટે ત્યાં આવ્યા હતા. તો ચાલો તસવીરો થકી જોઇએ સલમાન અને શાહરૂખની મુલાકાતને.

સલમાન ખાન
પોતાની ફિલ્મના શૂટિંગ માટે મહેબૂબ સ્ટૂડિયો પહોંચેલો સલમાન ખાન.

શાહરૂખ ખાન
મહેબૂબ સ્ડૂડિયો પહોંચેલો અભિનેતા શાહરૂખ ખાન.

દીપિકા પાદૂકોણ
મહેબૂબ સ્ડૂડિયો ખાતે દીપિકા પાદૂકોણ

દીપિકા પાદૂકોણ અને શાહરૂખ ખાન
અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને અભિનેતા શાહરૂખ ખાન મહેબૂબ સ્ટૂડિયો ખાતે.

શાહરૂખ સાથે દીપિકા
દીપિકા પાદૂકોણ અને શાહરૂખ ખાન મહેબૂબ સ્ટૂડિયો ખાતે પહોંચ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોની
બૉલીવુડ સ્ટાર્સની જેમ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પણ મહેબૂબ સ્ટૂડિયો ખાતે પહોંચ્યો હતો.

સલમાન અને શાહરૂખ
સલમાન અને શાહરૂખ બાંદ્રા ખાતેના મહેબૂબ સ્ટૂડિયો ખાતે આવ્યા હતા.

સલમાન ખાન
સલમાન ખાન મહેબૂબ સ્ટૂડિયો ખાતે આવ્યો હતો.

મહેબૂબ સ્ટૂડિયો પર શાહરૂખ
બૉલીવુડ બાદશાહ શાહરૂખ ખાન મહેબૂબ સ્ટૂડિયો ખાતે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
