કેમ જરૂર પડી ત્રીજા બાળક અબરામની? જાણો કિંગ ખાનની જુબાની!
નવી દિલ્હી, 5 ડિસેમ્બર : બૉલીવુડના કિંગ ખાનના ઘરે જ્યારે પ્રિંસ અબરામ આવ્યો, તો સૌના મગજમાં અનેક સવાલ ઊભા થયાં. શાહરુખે ક્યારેય કોઈ પણ સવાલનો જવાબ નહીં આપ્યો. સરોગેસી વડે જન્મેલો અબરામ શરુઆતમાં થોડોક નબળો હતો, પણ હવે મન્નતનો પ્રિંસ સમ્પૂર્ણપણે સ્વસ્થ છે અને શાહરુખ ખાન પણ દુનિયાના તમામ સવાલોના જવાબ આપવા લાગ્યાં છે.
ઇન્ડિયા ટુડે ગ્રુપ્સ એજંડામાં શાહરુખને જ્યારે તેમના ત્રીજા સંતાન અંગે સવાલો કરાયાં, તો સૌપ્રથમ તેમણે જણાવ્યું - અબરામનો જન્મ સરોગેસી વડે સમય કરતા પહેલા થઈ ગયો હતો. હવે તે સમ્પૂર્ણપણે સ્વસ્થ છે. જ્યારે તે હસે છે, ત્યારે તેના ગાલે પણ ડિમ્પલ પડે છે કે જેમ મારા ગાલે પડે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ડિમ્પલ ધરાવતો બાળક પામી હું ખુશ છું.
શાહરુખે જુલાઈ માસમાં અબરામના જન્મ અંગે દુનિયા સમક્ષ ખુલાસો કર્યો હતો. તે પ્રી-મૅચ્યોર ડિલીવરી દ્વારા જન્મ્યો હતો. તેથી આરોગ્ય સંબંધી મુશ્કેલીઓ ઊભી થઈ હતી, પરંતુ હવે બધુ સાજુ-માજુ થઈ ગયું છે. શાહરુખે પોતાના દીકરા અંગે જણાવ્યું -અબરામ માશાલ્લાહ બેહદ હસીન અને હવે સ્વસ્થ છે અને તેણે બહુ બધી ખુશીઓ ફેલાવી દીધી છે.
ચાલો હવે આપને તસવીરો સાથે બતાવીએ કે કિંગ ખાનને કેમ જરૂર પડી અબરામની ?

ત્રીજુ બાળક કેમ?
શાહરુખને અગાઉથી જ દીકરો આર્યન અને દીકરી સુહાના હતાં. બંને જ કિશોર છે, તો પછી એવી કઈ વાત હતી કે જેણે કિંગ ખાનને ત્રીજા બાળક માટે વિચારવા મજબૂર કરી.

મોટા થઈ ગયાં સુહાના-આર્યન
શાહરુખે જણાવ્યું - મારો એક પુત્ર 16 વરસનો અને પુત્રી 13 વરસની છે, પણ છેલ્લા પાંચ વર્ષોમાં તેમની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. તેઓ સ્કૂલે જાય છે.

અગાઉ ચિપકેલા રહેતાં
શાહરુખ બોલ્યાં - અગાઉ સુહાના-આર્યન જ્યારે નાના હતાં, ત્યારે અમને ચિપકેલા રહેતા હતાં અને અમારી સાથે સમય પસાર કરતા હતાં. અમે એક એકલ પરિવાર હતાં અને અમે આવુ જ ગમે પણ છે.

બાળકો થવા લાગ્યાં દૂર
શાહરુખે જણાવ્યું - પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોમાં એવુ થઈ ગયું કે બાળકો પોતાના રૂમ્સમાં પોતાના મિત્રો સાથે રહેવા લાગ્યાં. ક્યારેક અમને લાગતું કે તેઓ ઘરમાં છે જ નહીં.

એટલે જરૂર પડી
શાહરુખે જણાવ્યું - એટલે અમે એવુ અનુભવવા લાગ્યાં કે અમારે બાળકો સાથે રહેવું જોઇએ. મારો પુત્ર અભ્યાસ માટે લંડન જઈ ચુક્યો છે. દીકરી પણ જવા માંગશે. એટલે જ અમને ત્રીજા બાળક અબરામની જરૂર પડી. અમે ખુલ્લા વિચારો ધરાવતા માતા-પિતા છીએ અને સુહાના-આર્યનને તેમના મનની વાત કરતા અટકાવતા નથી. તેથી અમને તેમની ઉણપ સાલવા લાગી.

વ્યસ્ત રાખે છે અબરામ
શાહરુખે જણાવ્યું - બાળક ગૌરીને વ્યસ્ત રાખે છે અને તેણે અમારા ઘરમાં બહુ બધી ખુશીઓ લાવી દીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
