શાહરુખ અને ગૌરી દિલ્લીમાં જ્યાં સાથે રહેતા હતા, દીકરા આર્યને ખરીદ્યો એ ફ્લેટ, કરોડોમાં છે કિંમત
Aaryan Khan Bought Flats: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની જેમ તેના બાળકો પણ હવે ઈન્ડસ્ટ્રીમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુહાના ખાન બાદ હવે તેનો પુત્ર આર્યન ખાન ડાયરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આર્યનએ દિલ્હીમાં બે નવા ફ્લેટ ખરીદ્યા છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મોટા ભાગના સ્ટારકિડ્સ હવે ધીમે ધીમે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. હવે આ યાદીમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ સામેલ થઈ ગયો છે. તાજેતરમાં તેણે દક્ષિણ દિલ્હીના પંચશીલ પાર્કમાં બે માળ ખરીદ્યા છે. જે શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે ઊંડો સંબંધ ધરાવે છે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આર્યને સાઉથ દિલ્હીમાં જે ફ્લેટ ખરીદ્યો છે તેની કિંમત 37 કરોડ રૂપિયા છે. રસપ્રદ વાત એ છે કે આ એ જ બિલ્ડીંગ છે જ્યાં આર્યનની માતા ગૌરી ખાન શાહરૂખ સાથેના લગ્ન પહેલા રહેતી હતી. આ પરિવાર પહેલેથી જ બિલ્ડીંગના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની માલિકી ધરાવે છે જે તેમણે ખરીદ્યું છે.
શરૂઆતના દિવસોમાં ગૌરી અને શાહરૂખ દિલ્હીના આ ઘરમાં રહેતા હતા. હવે આ જ ફ્લેટ તેના મોટા પુત્ર આર્યન ખાને ખરીદ્યો છે. માહિતી અનુસાર, આર્યને આ ફ્લેટ માટે સ્ટેપ ડ્યુટી તરીકે 2.64 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની ડીલ મે 2024માં થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આર્યને જે બિલ્ડીંગમાં ફ્લેટ ખરીદ્યો છે તે ગૌરી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.
આર્યન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે વેબ સિરીઝ 'સ્ટારડમ' માટે ચર્ચામાં છે. જેનું તે પોતે નિર્દેશન કરશે. મળતી માહિતી મુજબ, વેબ સિરીઝ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં રિલીઝ થશે. તેનું શૂટિંગ મોટાભાગે મુંબઈમાં થઈ રહ્યું છે. આર્યનની પ્રથમ વેબ સિરીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધા સિવાય આર્યન તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. અહેવાલ છે કે તે મોડલ લારિસા બોનેસી સાથે રિલેશનશિપમાં છે. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
