Pics : ઘરે પહોંચ્યાં શાહરુખ, ટુંકમાં જ પાટે આવશે ચેન્નઈ એક્સપ્રેસ
મુંબઈ, 30 મે : શાહરુખ ખાન એટલે કે બૉલીવુડ કિંગ ખાન છેલ્લા કેટલાંક વખતથી પોતાના ખભાના દુઃખાવાથી હેરાન હતાં. આખરે તેમને આ દર્દમાંથી છુટકારો મળી ગયો અને તેમની સફળ સર્જરી પણ થઈગઈ. મુંબઈની લીલાવતી હૉસ્પિટલ ખાતે પોતાના ઑપરેશન બાદ શાહરુખે ગઈકાલે રાત્રે જ હૉસ્પિટલમાંથી ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી અને રાત્રે લગભગ 9 વાગ્યે તેઓ પોતાના ઘર તરફ રવાના થઈ ગયાં.
શાહરુખ ખાનના ફૅન્સ તેમની એક ઝલક પામવા આતુર થઈ તેમના ઘરની બહાર ઊભા હતાં અને શાહરુખે ત્યાં જઈ તે તમામનો આભાર વ્યક્ત કર્યો. મળતી માહિતી મુજબ શાહરુખ ખાન ટુંકમાં જ ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશનમાં ઉતરશે કારણ કે તેમની સાથેના પ્રતિદ્વંદ્વી એટલે કે અક્ષય કુમારે ચેન્નઈ એક્સપ્રેસ સાથે રિલીઝ થતી પોતાની વન્સ અપૉન ઍ ટાઇમ મુંબઈ અગેન ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. બંને ફિલ્મો 8મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે. ચેન્નઈ એક્સપ્રેસમાં શાહરુખ સાથે દીપિકા પાદુકોણે હીરોઇન છે.
એક તરફ અક્ષય કુમાર પોતાનો પગ ઈજાગ્રસ્ત હોવા છતાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે, તો બીજી બાજુ સૌને આશા છે કે શાહરુખ ખાને પણ સર્જરી બાદ જલ્દીથી ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશનનો મોર્ચો સંભાળવો પડશે.

ઘેરી વળ્યાં ફૅન્સ
શાહરુખ ખાન જ્યારે ગઈકાલે રાત્રે પોતાના ઘરે પહોંચ્યાં, તો તેમને તેમના ફૅન્સ ઘેરી વળ્યાં.

મીડિયાએ હાલ પૂછ્યાં
શાહરુખના ઘરે હાજર મીડિયાએ તેમના આરોગ્ય અંગ પૂછપરછ કરી. શાહરુખે જણાવ્યું કે હવે તેઓ બિલ્કુલ ઠીક છે અને ટુંકમાં જ કામ ઉપર નિકળી પડશે. લોકોનો તેમના માટે દુઆ માંગવા બદલ શાહરુખે આભાર પણ વ્યક્ત કર્યો.

રા.વનનો દર્દ
શાહરુખના ડાબા ખભે રા.વન ફિલ્મ દરમિયાન ઈજાપહોંચી હતી અને ત્યારથી જ તેમને દુઃખાવો થતો હતો. રા.વનમાં તેમણે અનેક સિક્વંસ શૂટ કર્યા હતાં અને તે દરમિયાન અકસ્માત પણ થયો હતો.

દુઃખાવા સાથે ચેન્નઈ એક્સપ્રેસ
શાહરુખે ખભાના દુઃખાવા સાથે જ ચેન્નઈ એક્સપ્રેસનું શૂટિંગ કર્યું. ફિલ્મમાં તેમની સાથે દીપિકા પાદુકોણે છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતાં શાહરુખે ઑપરેશન કરાવ્યું.

આઈપીએલ પણ વિઘ્ન
શાહરુખની સર્જરીમાં આઈપીએલ પણ વિઘ્ન સમાન હતી. શાહરુખ તેને વચ્ચેથી છોડી નહોતા શકતાં. તેથી આઈપીએલ ખતમ થયા બાદ જ તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો હતો.

લંડનમાં કરાવવા માંગતાં હતાં સર્જરી
શાહરુખ ખાન લંડનમાં સર્જરી કરાવવા માંગતા હતાં, પરંતુ તેમણે એટલું મોડુ કરી નાંખ્યું કે દુઃખાવો વધતો ગયો અને આખરે તેમને ઇમર્જંસી સર્જરી લીલાવતી હૉસ્પિટલે કરાવવી પડી.

ભારતીય તબીબો ખુશ
જ્યારે શાહરુખે ભારતમાં જ સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો, તો ભારતીય તબીબો ખુશ થઈ ગયાં. શાહરુખની સર્જરી કરનાર ડૉ. દેસાઈએ જણાવ્યું કે શાહરુખે ઇન્ડિયન ડૉક્ટર્સ પર ભરોસો કર્યો, તે ખુશીની બાબત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
