દુઃખી પ્રિયંકા : કરણે ગળે લગાવી, શાહરુખે આંસુ લૂછ્યાં
મુંબઈ, 11 જૂન : સોમવારનો દિવસ બૉલીવુડના હસીન અભિનેત્રીઓમાંના એક પ્રિયંકા ચોપરા માટે ખૂબ જ ખરાબ હતો, કારણ કે ગઈકાલે તેમણે પોતાના વ્હાલા પપ્પા ડૉ. અશોક ચોપરાને ગુમાવી દીધાં. અશોક ચોપરા લાંબા વખતથી કૅંસરથી પીડાતા હતાં અને છેલ્લા સાત દિવસથી હૉસ્પિટલમાં દાખલ હતાં.
પ્રિયંકાના મિત્રોનું કહેવું હતું કે પોતાના પપ્પાની બીમારીના કારણે પ્રિયંકા ચોપરા છેલ્લા ઘણા વખતથી ટેંશનમાં હતાં. તેઓ ઉપરથી ભલે પોતાની જાતને સામાન્ય દાખવતા હતાં અને સ્ટ્રૉંગ દાખવતા હતાં, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ ઇમોશનલ છે.
અશોક ચોપરાનું ગઈકાલે નિધન થતાં પ્રિયંકા ચોપરા દુઃખી અને આઘાતમાં સરી પડ્યાં. આ સમાચાર બાદ સમગ્ર બૉલીવુડ શોકગ્રસ્ત થઈ ગયુ હતું. જોકે તેમણે તથા પરિવારે અશ્રુભીની આંખો સાથે અશોક ચોપરાનું ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યું. આ પ્રસંગે બૉલીવુડમાં પ્રિયંકા ચોપરાના ખાસ મિત્રો કરણ જૌહર તથા શાહરુખ ખાન સહિત અનેક મિત્રો હાજર હતાં. કરણે પ્રિયંકાને ગળે લગાડી, તો શાહરુખે તેમના આંસુ લૂછ્યાં.
આવો તસવીરો સાથે જોઇએ કોણ-કોણ હાજર રહ્યું પ્રિયંકાના પિતાના અંતિમ સંસ્કાર વખતે.

શાહરુખ ખાન
દુઃખની આ ક્ષણે કિંગ ખાન પણ પોતાના ખાસ મિત્ર પ્રિયંકાને સાંત્વના આપ્યા પહોંચ્યા હતાં. જોકે શાહરુખ પોતે ખભાની સર્જરી બાદ અસ્વસ્થ છે. છતાં તેઓ અશોક ચોપરાના અંતિમ સંસ્કાર વખતે પહોંચ્યાં અને પ્રિયંકાના આંસુ લૂછ્યાં.

કરણ જૌહર
કરણ જૌહરે પણ પ્રિયંકા સહિત તેમના પરિવારને સાંત્વન આપ્યું. કરણે જણાવ્યું કે ભગવાન પ્રિયંકાના પિતાને જન્નત નસીબ કરે.

દીપિકા પાદુકોણે
પ્રિયંકાને ભેંટી સાંત્વન આપતાં દીપિકા પાદુકોણે. દીપિકાએ કહ્યું કે ભગવાન તેમના પિતાના આત્માને શાંતિ અર્પે.

રણબીર કપૂર
રણબીરે પણ જણાવ્યું કે ઈશ્વર અશોક ચોપરાને આત્માને શાંતિ અર્પે.

પ્રિયંકા ચોપરા
તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા પોતાના માતા અને મૅનેજર સાથે માતા વૈષ્ણોદેવીના દરબારે ગયા હતાં. પ્રિયંકાના મિત્રોનું કહેવુ હતું કે પોતાના પપ્પાની બીમારીના પગલે તેઓ ટેંશનમાં હતાં.

મધુર-એસએલબી
પ્રિયંકાના દુઃખમાં સહભાગી થવાં મધુર ભંડારકર તથા સંજય લીલા ભાનુશાળી પણ પહોંચ્યાં. પ્રિયંકા હાલ સંજયની મૅરી કોમ પર આધારિત અનટાઇટલ્ડ ફિલ્મમાં કામ કરી રહ્યા છે.

અનુષા દાંડેકર
અનુષા દાંડેકર પણ અશોક ચોપરાનાં અંતિમ સંસ્કાર વખતે હાજર રહ્યા હતાં.

સિદ્ધાર્થને સાંત્વન
પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થને સાંત્વન આપતાં કરણ જૌહર.

મનીષ મલ્હોત્રા
અશોક ચોપરાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં બૉલીવુડના જાણીતા ડ્રેસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા.

ભત્રીજી પણ દુઃખી
પ્રિયંકા ચોપરાના પિતરાઈ બહેન પરિણીતી ચોપરા પણ કાકાના નિધનથી દુઃખી જણાતા હતાં.

રણવીર સિંહ
પ્રિયંકાના દુઃખમાં સહભાગી થતાં રણવીર સિંહ.

સંજય કપૂર
પ્રિયંકાના દુઃખમાં સહભાગી થતાં સંજય કપૂર.

શાહરુખનું સાંત્વન
શાહરુખ ખાને પ્રિયંકા ઉપરાંત તેમના ભાઈ સિદ્ધાર્થને પણ સાંત્વન આપ્યુ હતું.

ઉદય ચોપરા
પ્રિયંકા ચોપરાના પિતાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહેતાં ઉદય ચોપરા.

સોફી ચૌધરી
પ્રિયંકા ચોપરાના પિતાના અંતિમ સંસ્કાર વખતે હાજર રહેતાં સોફી ચૌધરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
