Twitter Headquarter પહોંચ્યા ઇંડિયાવાલે : જુઓ તસવીરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર : જેમ કે શાહરુખ ખાને અગાઉ જ કહી રાખ્યુ હતું કે તેમની આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ આ ફિલ્મ અંગે પોતાના ફૅન્સ સાથે વાતચીત કરવા માટે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટરના સાન ફ્રાંસિસ્કો ખાતે આવેલ મુખ્ય મથકની મુલાકાત લેશે અને તેવું જ તેમની ટીમે કર્યું.
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મની આખી ટીમ ટ્વિટરના વડા મથકે પહોંચી કે જ્યાં તેમનું ઉષ્માભર્યુ સ્વાગત થયું. તેની તસવીરો ફિલ્મની ટીમે પોતાના ટ્વિટર અકાઉંટ પર પોસ્ટ કરી છે.
નોંધનીય છે કે ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ આ દીવાળીએ એટલે કે 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણે, બોમન ઈરાની, અભિષેક બચ્ચન, સોનૂ સૂદ અને વિવાન શાહ પણ છે. ફિલ્મની ટીમ હાલ પોતાના સ્લૅમ ધ ટૂર માટે અમેરિકામાં છે.
કહે છે કે ફિલ્મના કલાકારો એક લાઇવ ટ્વિટર પ્રશ્નોત્તરી રાઉંડમાં ભાગ લેશે. એવુ પહેલી વખત થશે કે જ્યારે કોઈ બૉલીવુડ ફિલ્મના કલાકારો પોતાના ફૅન્સ સાથે વાતચીત કરવા ટ્વિટર વડામથકે પહોંચ્યા હોય. 150 કરોડના બજેટથી બનેલી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરનો ફર્સ્ટ લુક પણ ટ્વિટર ઉપર જ રિલીઝ કરાયો હતો.
ચાલો જોઇએ હૅપ્પી ન્યુ ઈયર ટીમની ટ્વિટર વડામથકની તસવીરો :

મસ્તીનો મૂડ
મસ્તીના મૂડમાં હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ.

અભિષેક બચ્ચન
શરારતના મૂડમાં અભિષેક બચ્ચન. ફિલ્મમાં તેમના પાત્રનું નામ નંદૂ છે.

ફરાહ ખાન
ફિલ્મના દિગ્દર્શક ફરાહ ખાન પણ ઓછા નથી. શાહરુખ સાથે આ તેમની ત્રીજી ફિલ્મ છે.

ટ્વિટર વડામથકે
હૅપ્પી ન્યુ ઈયરની આખી ટીમ ટ્વિટરના વડામથકે પહોંચી કે જ્યાં તેનું ઉષ્માભર્યુ સ્વાગત થયું.

ફન મૂડ
ટ્વિટર વડામથકે પહોંચી ટીમે ખૂબ મસ્તી કરી.

દીવાળીએ રિલીઝ
150 કરોડથી બનેલી ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયરનો ફર્સ્ટ લુક પણ ટ્વિટર પર રિલીઝ કરાયો હતો. ફિલ્મ 24મી ઑક્ટોબરે રિલીઝ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
