આ શું ! શાહરુખ કૅટ સાથે, સલમાન પ્રિયંકા સાથે
મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડમાં કોણ-ક્યારે-કોની સાથે દેખાશે, કોઈ નથી જાણતું. અહીં જોડીઓ દરરોજ બને છે અને બગડે છે. આ વખતે પણ કઈંક એવું જ થયું છે. મળતી માહિતી પ્રમાણે સલમાન ખાનના જોડીદાર કૅટરીના કૈફ તાજેતરમાં રિલીઝ થયેલ જબ તક હૈ જાન ફિલ્મના શુટિંગ દરમિયાન કિંગ ખાન શાહરુખ ખાનની ખૂબ નજીક આવી ચુક્યાં છે. ફરી એક વાર તેઓ શાહરુખ સાથે નજરે પડનાર છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મમાં નહિં, પણ એક સ્ટેજ શોમાં. બીજી બાજુ સાંભળવામાં એમ પણ આવ્યું છે કે સલમાન ખાન પોતાના નજીકના મિત્ર પ્રિયંકા ચોપરા સાથે તે જ વખતે કોઇક બીજા શોમાં નજરે પડી શકે છે.
શો ભલે અલગ-અલગ હોય, પરંતુ શહેર એક જ હશે દુબાઈ કે જ્યાં સલમાન ખાનના મોટા-મોટા ફૅન્સ છે, પરંતુ સલમાના ફૅન્સ હોવા છતાં લોકો શાહરુખના આ શોને લઈને ઘણાં ઉત્સુક હશે, કારણ કે શાહરુખ સાથે સલમાનના ગર્લફ્રેન્ડ કૅટરીના હશે. અત્યાર સુધી શાહરુખ ખાને પ્રિયંકા ચોપરા સાથે સ્ટોજ શો કર્યાં છે, પરંતુ કૅટ સાથે તેમનો આ પ્રથમ શો હશે. જે રીતે ફિલ્મમાં શાહરુખ અને કૅટરીનાને એક-સાથે જોવા ઉત્સુક હતાં. તેવી જ રીતે આ શો જોવા પણ જરૂર ઉત્સુક હશે.
પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે શાહરુખ અને પ્રિયંકાને તો લોકોએ ખૂબ પસંદ કર્યાં, પણ સલમાન અને પ્રિયંકા તેમજ શાહરુખ અને કૅટરીનાની જોડીમાંથી કઈ જોડી લોકોને વધુ હૉટ અને સેક્સી લાગશે? એમ તો રીયલ લાઇફમાં શાહરુખ અને પ્રિયંકાનું નામ એક-બીજા સાથે જોડાય છે અને સલમાન તેમજ કૅટરીનાનું એક-બીજા સાથે. હવે જોઇએ કોની જોડી લોકો સ્ટેજ ઉપર વધુ પસંદ કરે છે.
હાલ અમે આ ચારેની જોડી એક-બીજા સાથે આપને બતાવીએ છીએ. આપ જ ડિસાઇડ કરો કોણ કોની સાથે જામે છે.

સલમાન-પ્રિયંકા
સલમાન અને પ્રિયંકા મુઝસે શાદી કરોગી, ગૉડ તુસ્સી ગ્રેટ હો, સલામ-એ-ઇશ્ક ફિલ્મોમાં એક સાથે કામ કરી ચુક્યાં છે. જોકે તેમની જોડી અત્યાર સુધી કોઈ ખાસ કમાલ કરી શકી નથી. હવે જોઇએ સ્ટેજ શોમાં લોકો તેમને કેટલાં પસંદ કરે છે.

શાહરુખ-પ્રિયંકા
શાહરુખ અને પ્રિયંકા તો બૉલીવુડની સફળ જોડીઓમાંની એક રહ્યાં છે. બંનેએ સાથે સ્ટેજ શો પણ કર્યાં છે. આ જોડી તો શરુઆતથી જ સૌની પસંદ રહી છે.

સલમાન-કૅટરીના
સલમાન અને કૅટરીનાએ સાથે અનેક ફિલ્મો કરી છે. તેમાં માત્ર એક ફિલ્મ એક થા ટાઇગર હિટ રહી છે, પરંતુ આ જોડી ઑનસ્ક્રીન તેમજ ઑફસ્ક્રીન સૌને ગમી છે.

શાહરુખ-કૅટરીના
સલમાન અને સલમાનના મિત્ર કૅટરીનાની જોડીએ જબ તક હૈ જાન ફિલ્મમાં ધમાલ કરી છે. આ જોડી લોકોને ખૂબ ગમી. હવે જોઇએ સ્ટેજ શોમાં શું તે જાદુ જળવાઈ રહે છે કે નહિં.

પ્રિયંકા-કૅટરીના
કૅટરીના કૈફ અને પ્રિયંકા ચોપરા બંને બૉલીવુડની જાણીતી અને સફળ અભિનેત્રીઓ છે. શાહરુખ અને સલમાન આ બંનેના સારા મિત્રો છે, પરંતુ શાહરુખ અને સલમાન વચ્ચે પરસ્પર મતભેદના કારણે બંને અભિનેત્રીઓ ઘણી દુઃખી છે. જોઇએ આ બંને અભિનેત્રીઓ બંને અભિનેતાઓ વચ્ચેનો મતભેદ હજુ વધારે છે કે પછી તેમને ફરીથી નજીક લાવવામાં સફળ થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
