બાઝીગરમાં જ્યારે શાહરુખે શિલ્પાને માર્યુ ત્યારે કોઈએ કંઈ ન કહ્યુ: શાહિદ કપૂર
શાહિદ કપૂરે કહ્યુ કે, ‘જ્યારે લોકોને બાઝીગર અને સંજૂ જેવી ફિલ્મોની કોઈ પ્રોબ્લેમ નહોતો તો બધા કબીર સિંહની પાછળ કેમ પડ્યા છે?'
ફિલ્મ કબીર સિંહે શાહિદ કપૂરના કરિયરને એક અલગ ઉંચાઈ આપી છે. ફિલ્મે 278 કરોડની કમાણી કરી છે. પરંતુ સાથે જ લાંબા સમય સુધી વિવાદોમાં રહી. લોકોના જણાવ્યા અનુસાર ફિલ્મમાં પુરુષવાદી માનસિકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે અને મહિલાઓનુ ચિત્રણ યોગ્ય રીતે કરવામાં આવ્યુ નથી. જો કે આ વિવાદો પર હાલમાં જ શાહિદ કપૂરે કહ્યુ કે, 'જ્યારે લોકોને બાઝીગર અને સંજૂ જેવી ફિલ્મોની કોઈ પ્રોબ્લેમ નહોતો તો બધા કબીર સિંહની પાછળ કેમ પડ્યા છે?'

ફિલ્મ એડલ્ટ લોકો માટે હતી
ઈન્ડિયા ટુડેની ઈવેન્ટમાં શામેલ શાહિદ કપૂરે કહ્યુ - કબીર સિંહને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતુ, ફિલ્મ એડલ્ટ લોકો માટે હતી, જે સાચા અને ખોટામાં ફરક સમજે છે. શું તમે કહેવા ઈચ્છી રહ્યા છો કે અમિતાભ બચ્ચને પોતાની ફિલ્મોથી બધાને ચોર બનતા શીખવ્યુ. શું તમે જાણો છો કે તમે એક ફિલ્મ જોવા જઈ રહ્યા છો, તે ફિક્શન છે. અહીં પ્રોબ્લેમ શું છે ફિલ્મમાંથી તમે જે લઈને જવા ઈચ્છો છો, એ જ લઈને જાવ છો.

કોઈએ વાંધો કેમ ન દર્શાવ્યો
શાહિદે આગળ કહ્યુ - ફિલ્મનુ ટ્રેલર, પ્રોમો બે મહિના સુધી ચાલ્યા હતા. ત્યારબાદ પણ લોકો ટિકિટ લઈને થિયેટર સુધી આવ્યા, એનો અર્થ કે તે ફિલ્મ જોવા ઈચ્છતા હતા. આ ફિલ્મ પરફેક્શનની નહોતી. કબીર સિંહ એક એવુ કેરેક્ટર હતુ જેને મુશ્કેલીથી સ્વીકારવામાં આવે અને અમે ઈચ્છતા હતા કે તમે પણ આવુ જ ફીલ કરો. ફિલ્મ બાઝીગરમાં જ્યારે શાહરુખ ખાને શિલ્પા શેટ્ટીને મારી દીધો તો કોઈએ વાંધો કેમ ન દર્શાવ્યો.

રેકોર્ડતોડ સફળતા
ફિલ્મ સંજૂમાં જ્યારે રણબીરે સોનમાં ગળામાં મંગળસૂત્રની જગ્યાએ ટૉયલેટ સીટ નાખી તો કોઈએ કેમ કંઈ ન કહ્યુ. બધા કબીર સિંહની પાછળ કેમ પડ્યા છે ઉલ્લેખનીય છે તમામ ટીકાઓ છતાં કબીર સિંહે રેકોર્ડતોડ સફળતા મેળવી છે. માત્ર શાહિદ કપૂર જ નહિ પરંતુ આ 2019ની સૌથી કમાનાર બોલિવુડ છે. ફિલ્મે 278.24 કરોડનો કુલ વેપાર કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
