કેલેન્ડર અને પપ્પૂ પેજરની ભૂમિકાને અમર બનાવનાર સતીશ કૌશિકે મોટા પડદે ખૂબ નામ કમાયુ
ફિલ્મમાં કેલેન્ડરની ભૂમિકાએ સતીષ કૌશિકને બૉલિવુડમાં અલગ ઓળખ આપી. ત્યારબાદ પપ્પૂ પેજર જેવી ભૂમિકાએ તેમની એક અલગ છાપ છોડી.

Satish Kaushik Passes Away: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સ્ક્રિપ્ટ રાઈટર સતીશ કૌશિકનુ 66 વર્ષની વયે આજે સવારે નિધન થઈ ગયુ. સતીશ કૌશિકના દોસ્ત અને અભિનેતા અનુપણ ખેરે ટ્વિટ કરીને તેમના નિધનની માહિતી આપી. સતીશ કૌશિકને બૉલિવુડમાં પહેલી ઓળખ 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી મળી હતી. આ ફિલ્મમાં તેમણે અનિલ કપૂર અને શ્રીદેવી સાથે કામ કર્યુ હતુ, લોકોને તેમનુ પાત્ર ખૂબ પસંદ આવ્યુ હતુ. આ ફિલ્મમાં કેલેન્ડરની ભૂમિકાએ તેમને બૉલિવુડમાં અલગ ઓળખ આપી. ત્યારબાદ પપ્પૂ પેજર જેવી ભૂમિકાએ તેમની એક અલગ છાપ છોડી.

એનએસડીથી કર્યો અભ્યાસ
સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ હરિયાણામાં થયો હતો. તેમણે 1972માં દિલ્લીની કિરોડી મલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ પછી તે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા પહોંચ્યા અને અહીંથી એક્ટિંગના પાઠ શીખ્યા. આ પછી તે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા પણ પહોંચ્યા. બહુ ઓછા લોકો જાણે છે કે સતીશ કૌશિકે વર્ષ 1983માં ફિલ્મ માસૂમથી આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. તેમણે આ ફિલ્મથી જ અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. સતીશ કૌશિકને ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં કેલેન્ડરનો રોલ મળ્યો, જેના કારણે તેમને ઘણી લોકપ્રિયતા મળી. ફિલ્મમાં તેના નામનું એક ગીત પણ હતુ, મેરા નામ હૈ કેલેન્ડર. કેલેન્ડરનુ પાત્ર ખૂબ લોકપ્રિય થયુ હતુ.

2 વર્ષના પુત્રના નિધનથી તૂટી ગયા હતા સતીશ કૌશિક
સતીશ કૌશિકના અંગત જીવનની વાત કરીએ તો તેમના લગ્ન 1985માં થયા હતા. તેમને એક પુત્ર શાનુ કૌશિક હતો જેનુ માત્ર 2 વર્ષની વયે અવસાન થયુ હતુ. 2012માં, સતીશ કૌશિકની પુત્રી વંશિકાનો જન્મ સરોગેટ માતા દ્વારા થયો હતો. સતીશ કૌશિક એક રિયલ એસ્ટેટ કંપની ચંદીગઢ ફિલ્મ સિટી પ્રોજેક્ટમાં ભાગીદાર હતા. તેમણે સિંગાપોરમાં 30 એકર જમીન ખૂબ જ ઓછી કિંમતે ખરીદી હતી, જોકે કંપનીએ પ્રોજેક્ટ બંધ કરી દીધો હતો.

સતીશ કૌશિકના આ પાત્રોએ ખૂબ હસાવ્યા
સતીશ કૌશિકને મિસ્ટર ઈન્ડિયા, દીવાના મસ્તાના, રામ લખન, સાજન ચલે સસુરાલ જેવી ફિલ્મોમાં તેમના ઉત્તમ પાત્ર માટે હંમેશા યાદ કરવામાં આવશે. આ ઉપરાંત કુંદન શાહની કૉમેડી ફિલ્મ જાને ભી દો યારોના સંવાદો પણ સતીશ કૌશિકે લખ્યા હતા, જે લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. 2009માં સતીશ કૌશિક ફિલ્મ તેરે સંગમાં જોવા મળ્યા હતા. જે લોકોને ખૂબ પસંદ આવી હતી.

ડાયરેક્ટર તરીકે આ ફિલ્મ હિટ રહી
સતીશ કૌશિકની ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ રૂપ કી રાની ચોરોં કા રાજા હતી. આ પછી 1995માં નિર્દેશક તરીકે તેમની બીજી ફિલ્મ પ્રેમ હતી. જો કે તેમની ફિલ્મોએ બહુ કમાલ ન કરી પરંતુ 1999માં સતીશ કૌશિકની પહેલી હિટ ફિલ્મ હમ આપકે દિલ મેં રહેતે હૈ આવી. ફિલ્મમાં અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મને ઘણી લોકપ્રિયતા મળી અને આ ફિલ્મથી સતીશ કૌશિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે સ્થાપિત થઈ ગયા.

ટીવી પર પણ છવાયા
આ સાથે સતીશ કૌશિકે ટીવી શોને પણ હોસ્ટ કર્યો હતો. તેમણે ટીવી શો ફિલિપ્સ ટોપ ટેન માત્ર લખ્યો જ નહીં પણ કો-એન્કર પણ કર્યો. આ માટે તેમને સ્ક્રીન વીડિયોકોન અવોર્ડ પણ મળ્યો હતો. 2005માં સતીશ કૌશિકે અર્જુન રામપાલ, અમીષા પટેલ અને ઝાયેદ ખાન સાથે વાદા ફિલ્મ કરી હતી. તેમણે અનુપમ ખેર સાથે 2007માં કરોલ બાગ પ્રોડક્શન શરૂ કર્યુ. આ બેનર હેઠળની પ્રથમ ફિલ્મ તેરે સંગ હતી, જેનુ નિર્દેશન સતીશ કૌશિક દ્વારા કરવામાં આવ્યુ હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
