Satish Kaushik Death: જ્યારે નીના ગુપ્તા લગ્ન વિના મા બનવાની હતી, સતીશ કૌશિકે રાખી આ શરત અને આપી આવી ઑફર
સતીશ કૌશિકની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહી. હજુ હાલમાં જ નીના ગુપ્તાના પુસ્તક 'સચ કહુ તો' લૉન્ચ થયા બાદ સતીશ કૌશિક ચર્ચામાં આવ્યા હતા.

Satish Kaushik Death: બૉલિવુડ અભિનેતા અને નિર્માતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સોશિયલ મીડિયા દ્વારા સહુ કોઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેમને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સતીશ કૌશિકે પોતાના કરિયરમાં ઘણી અલગ-અલગ ભૂમિકાઓ ભજવીને પોતાના માટે એક અલગ મુકાલ હાંસલ કર્યુ. જો કે, તેમની પર્સનલ લાઈફ પણ એટલી જ ચર્ચામાં રહી. હજુ હાલમાં જ નીના ગુપ્તાના પુસ્તક 'સચ કહુ તો' લૉન્ચ થયા બાદ સતીશ કૌશિક ચર્ચામાં આવ્યા હતા.

સતીશ કૌશિક નીના ગુપ્તા સાથે લગ્ન કરવા માંગતા હતા
વાસ્તવમાં, એક સમય હતો જ્યારે સતીશ કૌશિક નીના ગુપ્તા સાથે લગ્ન કરવા માંગતા હતા. નીના ગુપ્તાએ તેના પુસ્તક 'સચ કહું તો'માં આનો ઉલ્લેખ કર્યો છે. ખરેખર, શશિ સાથે લગ્ન કરતા પહેલા સતીશે નીનાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. તે સમયે નીના ગર્ભવતી હતી. તેમણે નીનાને કહ્યુ કે 'ટેન્શન ના લે'. જો બાળકની ચામડી કાળી નીકળે તો કહેજે કે એ મારો છે અને આપણે લગ્ન કરી લઈશુ. નીના અને સતીશ બંને ખૂબ સારા મિત્રો હતા અને તે નીનાને સપોર્ટ કરવા માંગતા હતા.

સતીશ કૌશિકને કારમાં જ આવ્યો હાર્ટ એટેક
તમને જણાવી દઈએ કે સતીશ કૌશિકનુ હાર્ટ એટેકથી નિધન થયુ છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન અનુપમ ખેરે જણાવ્યુ કે સતીશ કૌશિકનો મૃતદેહ હાલમાં ગુડગાંવની ફોર્ટિસ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ આજે બપોરે તેમના મૃતદેહને મુંબઈ ખાતે તેમના ઘરે લાવવામાં આવશે અને ત્યારપછી અહીં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સતીશ કૌશિક ગુડગાંવમાં કોઈના ફાર્મહાઉસમાં કોઈને મળવા ગયા હતા. ફાર્મહાઉસથી પરત ફરતી વખતે કારમાં જ સતીશ કૌશિકને હાર્ટ એટેક આવ્યો અને ત્યારબાદ તેમને ગુડગાંવની ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો
સતીશ કૌશિક દિલ્લીમાં મોટા થયા હતા. આ પછી તે પુણે ગયા અને FTIIમાં એડમિશન લીધુ. થિયેટર આર્ટિસ્ટ તરીકે પણ તેમણે ઘણા અદ્ભુત નાટકો કર્યા. વર્ષ 1983માં તેમને શેખર કપૂર સાથે કામ કરવાની તક મળી અને તેમણે ફિલ્મ 'માસૂમ'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ. આ ફિલ્મમાં તે અભિનેતા તરીકે પણ જોવા મળ્યા હતા. આ પછી તેમણે પાછુ વળીને જોયુ નથી અને ડિરેક્ટર, પ્રોડ્યુસર, સ્ક્રીન રાઈટર તરીકે કામ કર્યુ. પોતાની 35 વર્ષની કારકિર્દીમાં તેણે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
