#FridayFilm : 2016ની સૌથી ખાસ ફિલ્મ, નહી જુઓ તો થશે અફસોસ..
ઐશ્વર્યા રાઈ બચ્ચન ની આવનારી ફિલ્મ સરબજીત રિલીઝ માટે તૈયાર છે અને આ ફિલ્મ માટે લોકોને ઘણી જ આશા છે. સરબજીત પહેલી એવી ફિલ્મ હશે જે પાકિસ્તાન સાથે જોડાયેલા એક ગંભીર મુદ્દા પર છે. તો પણ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા સરબજીત ના રોલમાં છે અને ઐશ્વર્યા રાઈ તેની બહેન દલજીતનો રોલ નિભાવી રહી છે. દલજીત એટલે કે ઐશ્વર્યા રાઈ પોતાના ભાઈ સરબજીતને પાકિસ્તાનથી ભારત લાવવા માટે પોતાની આખી જિંદગી નીકાળી દે છે.
ફિલ્મના ટ્રેલરને જોઇને જ લાગે છે કે ઐશ્વર્યા રાઈ આ ફિલ્મથી મોટો ધમાકો કરવાની છે. આ ફિલ્મ માટે ઐશ્વર્યાએ ખુબ જ મહેનત કરી છે કેટલાક સીનમાં ઐશ્વર્યા રાઈને ગામમાં પગમાં લઇ પણ પહેર્યા વગર દોડતા બતાવી છે.
ફિલ્મના દરેક પોસ્ટરને જોઇને તો ફેન્સ ધ્વારા તેમના વખાણ જ થયા છે. તો જાણો કેમ છે સરબજીત મસ્ટ વોચ ફિલ્મ...

સાચ્ચી કહાની
આ ફિલ્મ એક ભારતીય ખેડૂતની સાચ્ચી કહાની છે. જે એક દિવસ બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોચી જાય છે અને માસુમ હોવા છતા પણ તેને સજા થઇ જાય છે.

જોરદાર લૂક
ફિલ્મમાં દરેકનો લૂક ખુબ જ જોરદાર કરવામાં આવ્યો છે.

ઈમોસનલ ડ્રામા
ફિલ્મમાં ઈમોસનલ ડ્રામા તમને અંદર સુધી ધ્રુજાવી નાખે તેવા છે.

ભાઈ-બહેન નો સંબધ
ફિલ્મ સરબજીતના ન્યાય માટે લડાઈ લડી રહેલી બહેન દલબીર કોરની કહાની છે. આ ફિલ્મનું મુખ્યબિંદુ ભાઈ બહેન તો ખાસ સંબધ છે.

ભારત પાકિસ્તાન ફાઈટ
આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબધની ખટાસ પણ બતાવવામાં આવી છે.

જબરદસ્ત કાસ્ટ
આ ફિલ્મના કલાકારોની કાસ્ટિંગ ખુબ જ જબરદસ્ત તરીકે કરવામાં આવી છે.

પંજાબી બોલીની મીઠાસ
આ ફિલ્મ પૂરી રીતે પંજાબમાં બની છે એટલે તમને તેમાં પંજાબ ના સારા લોકેસનથી લઈને પંજાબની મીઠી બોલી પણ જોવા મળશે.

સારું મ્યુઝીક
આ ફિલ્મના મ્યુઝીક પર પણ સારી એવી મેહનત કરવામાં આવી છે.

ઐશનું કમબેક
આ ફિલ્મ ધ્વારા ઐશ્વર્યા રાઈ ફરી એક વાર કમબેક કરી રહી છે એટલે ફિલ્મ વધારે ખાસ બની જાય છે.












Click it and Unblock the Notifications
