સારા અલી ખાનનો ખુલાસો - મને લાગ્યુ મા અમૃતા પૉર્ન સાઈટ ચલાવે છે પિતા સૈફ ગાળો આપે છે
સારા અલી ખાને પોતાના માતાપિતાના ડિવૉર્સ અને જિંદગી સાથે જોડાયેલી અમુક માહિતી શેર કરી અને એ પણ જણાવ્યુ કે તે પહેલા અમૃતા અને સૈફ અલી ખાન વિશે શું વિચારતી હતી.
મુંબઈઃ સારા અલી ખાન પોતાની મા અમૃતા સિંહ અને પિતા સૈફ અલી ખાનની નજીક છે. અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના ડિવૉર્સ બાદ પણ સારા અલી ખાને પોતાની જિંદગીમાં માતા-પિતા બંનેને મહત્વ આપ્યુ છે. આ જ કારણ છે કે મા સાથે રહીને સારા અલી ખાને પિતા સૈફ અલી ખાન સાથે કરીના કપૂર ખાન અને તૈમૂર સાથે પણ પોતાના સંબંધને સુંદર રીતે નિભાવ્યો છે.
હાલમાં જ સારા અલી ખાને પોતાના માતાપિતાના ડિવૉર્સ અને જિંદગી સાથે જોડાયેલી અમુક માહિતી શેર કરી અને એ પણ જણાવ્યુ કે તે પહેલા અમૃતા અને સૈફ અલી ખાન વિશે શું વિચારતી હતી. એક મેગેઝીન સાથે વાતચીતમાં સારા અલી ખાને કહ્યુ કે મને યાદ છે કે પિતા સૈફ અલી ખાનની ઓમકારા અને મા અમૃતા સિંહની કલયુગ જોયા બાદ હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી.

'મારા માતાપિતા નેગેટીવ લોકો છે'
તમને યાદ કરાવી દઈએ કે ઓમકારામાં સૈફ અલી ખાને લંગડા ત્યાગી અને કલયુગમાં અમૃતા સિંહે પણ નેગેટીવ ભૂમિકા ભજવી હતી. બંને ભૂમિકા ઘણી યાદગાર રહી હતી. સારા અલી ખાને આના પર કહ્યુ કે હું વિચાર્યા કરતી હતી કે મારા માતાપિતા નેગેટીવ લોકો છે. હું ત્યારે ખૂબ નાની હતી તો મને એવુ લાગતુ હતુ કે મારા પિતા ગાળો બોલે છે. મા એક પૉર્ન સાઈટ ચલાવે છે.

સારા અલી ખાને જણાવ્યો બાળપણનો રાઝ
સારા અલી ખાને કહ્યુ હતુ કે આ બધુ મારા એક મજાક નહોતુ. બંનેને એ વખતે બેસ્ટ એક્ટર નેગેટીવ રોલ માટે નૉમિનેટ પણ કરવામાં આવી હતી. સાચુ કહુ તો મને સમજમાં નહોતુ આવતુ કે આ શું થઈ રહ્યુ છે. સારા અલી ખાને પોતાના માતાપિતાના ડિવૉર્સ પર વાતચીત કરીને કહ્યુ કે હું નાની ઉંમરમાં મેચ્યોર થઈ ગઈ હતી. હું 9 વર્ષની હતી અને મે અનુભવ્યુ કે મારા માતાપિતા સાથે રહીને ખુશ નથી.

મારી મા 10 વર્ષ સુધી હસી નહોતી
સારાએ કહ્યુ કે બંને અલગ થઈને ખુશ રહેવા લાગ્યા હતા. મારી મા કદાચ 10 વર્ષ સુધી હસી નહોતી પરંતુ અચાનક તે ખુશ રહેવા લાગી. સુંદર દેખાવા લાગી. જો મારા માતાપિતા અલગ રહીને ખુશ હોય તો હું કેમ નાખુશ રહેતી? મારા હિસાબે આમાંથી કંઈ પણ મુશ્કેલ નહોતુ. સારા અલી ખાને કહ્યુ કે હું મારી માને હસતા મજાક કરતા જોઈ શકુ છુ. જે મે ખૂબ મિસ કર્યુ હતુ.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના ડિવૉર્સ
ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાન અને અમૃતા સિંહે વર્ષ 1991માં લગ્ન કર્યા. સૈફ અલી ખાને પોતાના કરિયર વચ્ચે જ અમૃતા સાથે લગ્ન કરી લીધા. વર્ષ 2004માં સૈફ અલી ખાન અને અમૃતાના ડિવૉર્સ થઈ ગયા. તેના ઘણા વર્ષો બાદ સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા. કરીના કપૂરના બે દીકરા તૈમૂર અને જહાંગીર સાથે સારા અલી ખાન અને તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે સંબંધ ઘણા સારા છે. સારા અલી ખાન અને ઈબ્રાહિમ હંમેશા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે જાય છે. ખાસ કરીને જન્મદિવસ અને ફેમિલી ઈવેન્ટ દરમિયાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
