Hapyy B'day : સંજયની ‘લીલા’ તો સન્માનનીય-પૂજનીય છે!
મુંબઈ, 24 ફેબ્રુઆરી : પ્રતિષ્ઠિત ફિલ્મકાર સંજય લીલા ભાનુશાળી આજે 51 વર્ષના થઈ ગયાં. 24મી ફેબ્રુઆરી, 1963ના રોજ મુંબઈ ખાતે અવતરનાર સંજય લીલા ભાનુશાળીના નામમાં લીલા શબ્દ ખાસ છે, કારણ કે પોતાના મધ્ય નામમાં તેમણે લીલા શબ્દ ઉમેરી પોતાના માતાને સલામી આપી છે. તેમના માતાનું નામ લીલા ભાનુશાળી છે.
સંજય લીલા ભાનુશાળી હાલમાં રામલીલા ફિલ્મ માટે ચર્ચામાં છે, પરંતુ ગ્લૅમરની દુનિયાથી દૂર સંજયે આજે નથી કોઈ જન્મ દિવસ ઉજવ્યો કે નથી કોઈ પાર્ટી આપી. તેમની દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ ખામોશી ધ મ્યુઝિકલ હતી અને છેલ્લે તેમણે રામલીલા જેવી સુપરહિટ ફિલ્મ બનાવી. અત્યાર સુધી દસ ફિલ્મોના નિર્માણ-દિગ્દર્શન ક્ષેત્રે કામ કરી ચુકેલા ભાનુશાળી આજે 51 વર્ષે પણ એકલા-અટૂલા છે. સંજયની રામલીલા ફિલ્મનું પાત્ર રામ ભલે પોતાની પ્રેમિકા લીલાનો દીવાનો હોય, પણ ફિલ્મના નિર્માતાના મને લીલા એટલે માતા લીલા ભાનુશાળી સન્માનનીય-પૂજનીય છે.
ચાલો જોઇએ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મોની તસવીરો અને જાણીએ 51મા જન્મ દિવસે શું કહે છે તેઓ? :

એકલા ઉજવણી
ખામોશી ધ મ્યુઝિકલ સાથે દિગ્દર્શન ક્ષેત્રે પગ માંડનાર સંજય લીલા ભાનુશાળી આજે પોતાનો 51મો જન્મ દિવસ એકલા જ ઉજવી રહ્યાં છે. તેઓ એમ પણ કહે છે કે તેઓ રચનાત્મક રીતે તેના કરતા વધુ સંતુષ્ટ છે કે જેટલા 10 વર્ષ અગાઉ હતાં.

વિચાર-લેખન
હમ દિલ દે ચુકે સનમ જેવી બીજી સુપર હિટ ફિલ્મ આપનાર ભાનુશાળીએ જણાવ્યું - ગત વર્ષે મારા બહેને મારા 50 વર્ષ પૂર્ણ થતાં મોટી પાર્ટી યોજી હતી. આ વખતે હું કોઈ ધામધૂમ કરવા નથી માંગતો. હું માત્ર વિચાર કરવા અને લખવા માંગુ છું.

ઉજવણીમાં વિશ્વાસ નથી
દેવદાસ તરીકે સુપર હિટ ત્રીજી ફિલ્મ આપનાર સંજયે જણાવ્યું - હું જન્મ દિવસની પાર્ટીમાં ક્યારેય વિશ્વાસ નથી ધરાવતો.બાળપણમાં હું અને મારા બહેન જન્મ દિવસની પાર્ટી નહોતા કરતાં. અમે મિઠાઈનો ડબ્બો સ્કૂલે લઈ જતાં અને સહપાઠીઓ વચ્ચે વહેંચતાં. બસ આટલુ જ કરતા હતાં.

ટેવાઈ ગયા એકલા રહેવા માટે
બ્લૅક તરીકે ચોથી ફિલ્મ આપનાર સંજયે જણાવ્યું - નહોતા અમે જન્મ દિવસની પાર્ટી કરતાં કે નહોતા પાર્ટીઓમાં જવાની મંજૂરી હતી. હવે તો મને પોતાના જન્મ દિવસે એકલા જ રહેવાની આદત પડી ગઈ છે.

ફળ મળવા લાગ્યાં
પાંચમી ફિલ્મ સાવરિયા આપનાર સંજય લીલા ભાનુશાળીએ જણાવ્યું - મને લાગે છે કે હું પોતાના જીવનના તેવા તબક્કે છું કે જ્યાં મારા અનેક વર્ષોનો પ્રાપ્ત જ્ઞાન, અનુભવ, કામ ફળવા લાગ્યાં છે.

સંતુષ્ટ છે એસએલબી
ગુઝારિશ તરીકે છઠી ફિલ્મ આપનાર એસએલબીએ જણાવ્યું - આજે હું દસ વરસ અગાઉ કરતા ઘણો સંતુષ્ટ અને પૂર્ણ અનુભવુ છું.

વધુ નિડર બની ગયો
માય ફ્રેન્ડ પિંટો તરીકે સાતમી ફિલ્મ આપનાર સંજય લીલાએ જણાવ્યું - આજે હું પોતાની જાતને ઘણો યુવાન અનુભવુ છું. હું કલાકાર તરીકે આજે વધુ નિડર થઈ ગયો છું. હું વિવિધ પ્રકારની પ્રતિભાઓ સાથે કામ કરી રહ્યો છું.

વધુમાં વધુ નવીનતા
રાઉડી રાઠોજ આઠમી સુપર હિટ ફિલ્મ આપનાર એસએલબીએ જણાવ્યું - મેં 2008માં એક ઓપેરનું દિગ્દર્શન કર્યુ હતું. હવે હું વધુમાં વધુ નવી વસ્તુઓ કરવા માંગુ છું અને જો મારી પાસે પોતાની ટીમ હોય, તો કરી શકુ છું.

સંઘર્ષોએ અપાવ્યો મુકામ
શિરીન ફરહાદ કી તો નિકલ પડી તરીકે નવમી ફિલ્મ આપનાર અપરિણીત ભાનુશાળીએ જણાવ્યું - તમામ તકલીફો, દર્દ, પ્રેમ, ઝનુન અને સંઘર્ષે મને આજે અહીં લાવી મૂક્યો છે.

પ્રેમરહિતની પ્રણય-કથા
છેલ્લે રામલીલા જેવી સુપર હિટ ફિલ્મ આપનાર સંજય લીલા ભાનુશાળીએ જણાવ્યું - હું સંવેદનશીલ પ્રણય-કથાઓ બનાવુ છું, કારણ કે મારા જીવનમાં પ્રેમ ક્યારેય નથી રહ્યો.

કળા જ પૂર્ણ બનાવે છે જીવન
ટેલીવિઝન શ્રેણી સરસ્વતી ચંદ્રનો પણ ભાગ રહી ચુકેલા એસએલએબીએ જણાવ્યું - મારી કળા જ મારા જીવનને પૂર્ણ કરે છે. શક્ય છે કે મારૂં જીવન અપૂર્ણ રહી જાય, પણ આ એટલુ પણ દુઃખદ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
