Pics : સંજય જેલ જાય તો પીકે-પોલીસગિરીનો બેડો પાર?
મુંબઈ, 23 માર્ચ : સામાન્ય રીતે જોવામાં આવે છે કે કોઈ પણ ફિલ્મ અથવા તેનો કોઈ પણ એક કલાકાર સુદ્ધા પણ જો વિવાદમાં ફસાય, તો ફિલ્મને પ્રસિદ્ધિ મળે છે અને એવી અનેક ફિલ્મો અગાઉ હિટ પણ થઈ છે.
અત્યારે બૉલીવુડમાં સૌથી વધુ ચર્ચિત સંજય દત્ત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમની ઉપર જેલ જવાનું સંકટ તોળાય છે. તેવામાં ભૂતકાળના અનુભવના આધારે કહી શકાય કે સંજય દત્તની આવનાર ફિલ્મો ઉપર આ સમગ્ર પ્રકરણની પૉઝિટિવ અસર જ થશે, કારણ કે સંજય દત્ત પ્રત્યે લોકોમાં સહાનુભૂતિનું મોજું ફરી વળ્યું છે.
સંજય દત્તની એમ તો આઠ ફિલ્મો છે કે જેમાં તેઓ અભિનય કરી રહ્યાં છે, પરંતુ જો સંજય દત્તને ચાર અઠવાડિયામાં જેલ જવું જ પડે, તો આ ટુંકાગાળામાં તેઓ કમ સે કમ બે ફિલ્મો પીકે અને પોલીસગિરીનું શૂટિંગ તો પૂર્ણ કરી જ લેશે. જોકે સંજય દત્તે તમામ ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરવાનો વાયદો કર્યો છે, પરંતુ પરિસ્થિતિઓ જોતાં એટલું તો કહી શકાય કે આ બંને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ થઈ શકે છે.
એસ. રવિકુમારની પોલીસગિરી અને રાજકુમાર હીરાણીની પીકે ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણતાના આરે છે. તેથી કહી શકાય કે સંજય દત્ત આ બંને ફિલ્મોનું શૂટિંગ પૂર્ણ કરી લેશે. બીજી બાજુ સંજય દત્ત પ્રત્યે ફરી વળેલું સહાનુભૂતિનું મોજું પણ આ ફિલ્મોને હિટ કરાવવામાં મહત્વનો ફાળો ભજવી શકે છે.
આવો તસવીરોમાં જોઇએ પીકે અને પોલીસગિરી.

તો પીકે-પોલીસિગરીનો બેડો પાર?
મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે સંજય દત્તની પ્રથમ ફિલ્મ પીકે છે. આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણતાના આરે છે. સંજયને જો જેલ જવું જ પડે, તો પણ તેઓ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી શકે છે.

તો પીકે-પોલીસિગરીનો બેડો પાર?
પીકે ફિલ્મના સેટ ઉપર ફૅન્સ સાથે આમિર ખાન અને સંજય દત્ત.

તો પીકે-પોલીસિગરીનો બેડો પાર?
સંજય દત્તની વધુ એક ફિલ્મ પોલીસગિરીનું શૂટિંગ પણ સરળતાપૂર્વક પૂર્ણ થઈ શકે તેમ છે. એસ. રવિકુમારની આ ફિલ્મમાં સંજય દત્ત પોલીસવાળાના રોલમાં છે.

તો પીકે-પોલીસિગરીનો બેડો પાર?
પોલીસગિરી ફિલ્મના સેટ ઉપર સાઉથના સુપર સ્ટાર રજનીકાંત સાથે સંજય દત્ત.

તો પીકે-પોલીસિગરીનો બેડો પાર?
રજનીકાંત પણ સંજય દત્તને સજા અંગે દુઃખ વ્યક્ત કરી ચુક્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
