Sanjay Dutt Birthday: 5 વર્ષ જેલમાં વીતાવ્યા પછી પણ લક્ઝરી લાઈફ જીવે છે સંજૂ બાબા, જાણો તેમની કુલ સંપત્તિ
આજે તેના જન્મદિવસ નિમિત્તે અમે તમને જણાવીએ કે સુનીલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્તની કુલ સંપત્તિના માલિક છે.
મુંબઈઃ બૉલિવુડ એક્ટર સંજય દત્તનુ જીવન ભલે વિવાદો અને મુશ્કેલીઓથી ઘેરાયેલુ રહ્યુ હોય પરંતુ લોકો તેની એક્ટિંગને ચોક્કસ શ્રેષ્ઠ માને છે. મુશ્કેલીઓથી ઘેરાયેલા હોવા છતાં સંજય દત્ત લોકો માટે સુપરસ્ટાર બની ગયો. પોતાના અભિનયથી લોકોના દિલ જીતનાર સંજય દત્તનુ લગભગ આખુ જીવન ચર્ચાનો વિષય રહ્યુ. આજે પણ લોકો તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે ચર્ચા કરતા રહે છે. આજે સંજય દત્તનો જન્મદિવસ છે. 63 વર્ષીય સંજય દત્તની જબરદસ્ત એક્ટિંગ જોઈને કોઈ એમ ન કહી શકે કે તે સીનિયર સિટિઝન બની ગયો છે. આજે તેના જન્મદિવસ નિમિત્તે અમે તમને જણાવીએ કે સુનીલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્તની કુલ સંપત્તિના માલિક છે.

5 વર્ષ કાપી ચૂક્યા છે જેલની સજા
વર્ષ 1993માં 12 માર્ચે મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ કેસમાં સંજય દત્તનુ નામ પણ સામે આવ્યુ હતુ. સંજય દત્તને અબુ સાલેમ અને રિયાઝ સિદ્દીકી પાસેથી ગેરકાયદેસર બંદૂકોની ડિલિવરી લેવા, તેને રાખવા અને પછી તેનો નાશ કરવાનામાટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે ટાડા કોર્ટના નિર્ણયને યથાવત રાખતા સંજયને પાંચ વર્ષની સજા સંભળાવી હતી અને સંજયે આ 5 વર્ષ જેલમાં વિતાવ્યા હતા.

પહેલી ફિલ્મ સુપરહિટ
સંજય દત્તે પહેલીવાર બાળ કલાકાર તરીકે ફિલ્મ 'રેશ્મા ઔર શેરા'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ફિલ્મ 'રૉકી'માં પહેલીવાર મોટા પડદા પર હીરો તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. તમને જણાવી દઈએ કે ઘણા અંગત કારણોસર સંજય દત્તનુ ફિલ્મી કરિયર ઘણી મુશ્કેલીઓથી ઘેરાયેલુ હતુ. સંજય દત્તે આર્મ્સ એક્ટ કેસમાં લગભગ 5 વર્ષની જેલની સજા ભોગવી હતી. જો કે સંજય દત્ત આજે ઘણી મુશ્કેલીઓ અને સંઘર્ષો બાદ શાહી જીવનશૈલી જીવે છે.

એક ફિલ્મના 8 કરોડ રૂપિયા લે છે
Canknowledge.comના રિપોર્ટ મુજબ સંજય દત્ત પાસે કુલ 150 કરોડની સંપત્તિ છે. તે દર મહિને 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. સંજય દત્તની જીવનશૈલી કોઈ રાજા મહારાજાથી કમ નથી.સંજય દત્ત ફિલ્મો માટે ખૂબ જ સારી ફી લે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સંજય દત્ત એક ફિલ્મ કરવા માટે 7 થી 8 કરોડ રૂપિયાની ફી લે છે.

પાલી હિલ્સમાં કરોડોનો બંગલો
ફિલ્મો ઉપરાંત સંજય દત્તે રિયલ એસ્ટેટમાં પણ ઘણા રોકાણ કર્યા છે જ્યાંથી તે સારી કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે સંજય દત્તનુ મુંબઈમાં એક આલીશાન ઘર છે. મુંબઈના પાલી હિલ્સમાં સ્થિત આ બંગલાની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે. સંજય દત્ત એક બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે.

મોંઘી ગાડીઓનુ કલેક્શન
સંજય દત્ત પણ સામાજિક કાર્યો કરવામાં જરાય પીછેહટ નથી કરતા. તેઓ ભારતના ઘણા રાજ્યોના પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે. સંજુ બાબાને મોંઘા અને લક્ઝરી વાહનોનો ખૂબ શોખ છે. તેની પાસે હાલમાં રેડ ફેરારી, રોલ્સ રોયસ ઘોસ્ટ, ઑડી એ8, ઑડી ક્યૂ7, મર્સિડીઝ, ટોયોટા લેન્ડ ક્રુઝર સહિત દસથી વધુ મોંઘા વાહનો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
