સલમાનની ભાભીથી લઈને સંજય દત્ત સુધી, અફેર ઝઘડા અને ચોંકાવનારી ઘટના
બોલીવુડમાં સુધરતા બગડતા સંબંધોની વાત હંમેશા સાંભળવા મળે છે. પરંતુ ચોંકાવનારી ઘટના એ હોય છે જ્યારે વર્ષો સુધી લવી-ડવી બની રહેનાર કપલ અચાનક જ અલગ પડી જાય.
બોલીવુડમાં સુધરતા બગડતા સંબંધોની વાત હંમેશા સાંભળવા મળે છે. પરંતુ ચોંકાવનારી ઘટના એ હોય છે જ્યારે વર્ષો સુધી લવી-ડવી બની રહેનાર કપલ અચાનક જ અલગ પડી જાય. તાજેતરમાં જ અર્જુન રામપાલ અને તેમના પત્ની સુપરમોડલ મહેર જેસિયાના છૂટાછેડાની ઘટના પણ આવો જ કિસ્સો છે. અર્જુન રામપાલે બોમ્બે ટાઈમ્સમાં સત્તાવાર રીતે પોતાના અને મહેર જેસિયાના છૂટાછેડાની જાહેરાત કરી છે.
જણાવી દઈએ કે 4 વર્ષ પહેલા જ્યારે ઋત્વિક રોશને અચાનક સુઝાન રોશનથી છૂટાછેડા લીધા ત્યારે આ મુદ્દાની ચર્ચા શરૂ થઈ હતી. આ રીતે જ બ્રેક અપના સમાચાર પણ ચોંકાવનારા હોય છે. બોલીવુડ આવા અનેક બ્રેક અપનું સાક્ષી બની ચૂક્યુ છે, જેની ફેન્સને સ્હેજ પણ આશા નહોતી. અર્જુન-મેહર પહેલા સુજેન અને ઋત્વિકનું બ્રેક અપ પણ આટલું જ ચોંકાવનારું હતું.
અર્જુન અને મેહરનો સંબંધ 20 વર્ષ જૂનો છે. કહેવાય છે કે બંને વચ્ચે સંબંધ બગડ્યા હોવાની વાત ઘણા સમયથી સામે આવી રહી હતી. અર્જુન અને મેહરે પોતાના સંબંધોને બીજી તક આપવાની પૂરતી કોશિશ કરી, બાળકો સાથે અને એકબીજા સાથે વેકેશન પર સમય પણ પસાર કર્યો. પરંતુ આખરે આ સંબંધ સમાપ્ત થઈ ગયો. તો આજે જાણીએ આવા જ સોખિંગ બ્રેક અપ વિશે. અને જાણીએ બ્રેક અપના કારણો...

ઋત્વિક રોશન- સુઝેન ખાન
ઋત્વિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડા 2014ની સોથી ચોંકાવનારી ઘટનાઓમાંની એક છે. કહેવાય છે કે બંને વચ્ચે છૂટાછેડા ઋત્વિક રોશનના અફેરની ચર્ચાઓ બાદ થયા હતા.

અરબાઝ ખાન-મલાઈકા અરોરા
અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો સંબંધ પણ 18 વર્ષનો હતો. પરંતુ અહીં પણ અફેર્સની ચર્ચાઓ બાદ બંનેના સંબંધનો અંત આવ્યો.

જ્હોન અબ્રાહમ-બિપાશા બાસુ
આ બંને વચ્ચેનું બ્રેક અપ છૂટાછેડાથી ઓછું નહોતું. કહેવાય છે કે બંનેએ લગ્ન પણ કરી ચૂક્યા હતા પરંતુ તેની જાહેરાત નહોતી થઈ.

રણબીર કપૂર-દિપીકા પાદુકોણ
રણબીર કપૂરના પ્રેમમાં પાગલ દિપીકા તેના નામનું ટેટુ પણ બનાવી ચૂકી છે. પરંતુ ફેન્સને આંચકો આપતા બંનેએ બ્રેક અપ કરી લીધું. કહેવાય છે કે રણબીર કપૂરના અનેક અફેર્સને કારણે આ સંબંધ લાંબો ન ચાલ્યો.

સલમાન ખાન-એશ્વર્યા રાય
સલમાન ખાન અને એશ્વર્યા રાયનો સંબંધ બોલીવુડની સૌથી ટ્રેજિક લવસ્ટોરીમાંનો એક છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. પરંતુ પાછળથી કેટલાક કારણોસર આ સંબંધ તૂટી ગયો.

સુશાંત સિંહ રાજપૂત-અંકિતા લોખંડે
આ બંને વિશે એવું કહેવાતું હતુ કે સુશાંત અને અંકિતા લગ્ન કરી ચૂક્યા છે. પરંતુ સુશાંતના બોલીવુડમાં ડેબ્યુ બાદ બંનેનો સંબંધ લાંબો ન ચાલ્યો.

જેનિફર-કરણ
કરણ અને જેનિફરના લગ્ન મુશ્કેલીથી 1 વર્ષ ટક્યા. આ પહેલા કરણે શ્રદ્ધા નિગમને 10 મહિનાના લગ્નજીવન બાદ છૂટાછેડા આપ્યા હતા. અને ઝલક દિખલા જામાં પાર્ટનર નિકોલ સાથે ડેટિંગ પણ કર્યું. જો કે હાલ તે બિપાશા બાસુ સાથે લગ્ન કરી ચૂક્યા છે.

અનુરાગ કશ્યપ-કલ્કી કોચલીન
અનુરાગ અને કલ્કિએ બોલીવુડને બે મોટા આંચકા આપ્યા. પહેલા બંનેએ લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા અને પછી છૂટાછેડાની જાહેરાત કરીને બીજીવાર ફેન્સને ચોંકાવ્યા. આ છૂટાછેડા પાછળ લાંબા સમય સુધી હુમા કુરેશીને જવાબદાર ઠેરવવામાં આવી.

કરિશ્મા કપૂર-સંજય કપૂર
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનની સગાઈ તૂટ્યા બાદ કરિશ્માએ સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા. લાંબા સમય સુધી બંને ખુશ દેખાઈ રહ્યા હતા, પરંતુ આખરે તેમના ઝઘડા મીડિયા સુધી પહોંચ્યા. બાદમાં સેફ અલી ખાનના કહેવાથી કરિશ્માએ છૂટાછેડાની અરજી કરી.

સંજય દત્ત-રિયા પિલ્લાઈ
રિયા પિલ્લાઈ અને લિએન્ડર પેસ વચ્ચે અફેરની ચર્ચા બાદ સંજય દત્ત અને રિયાનું લગ્નજીવન પડી ભાંગ્ડુંય તો સંજય દત્ત અને માધુરી દીક્ષીતના અફેરની ચર્ચા પણ ખૂબ થઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
