કરીનાએ માતા ન બનવાની શરતને કારણે ગુમાવી રામ લીલા
મુંબઈ, 26 સપ્ટેમ્બર : અત્યાર સુધી સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામ લીલા અંગે ઘણા સમાચારો વહેતાં રહ્યાં છે. સૌપ્રથમ આ ફિલ્મમાં કરીના કપૂર મેન લીડ રોલમાં હતી, પરંતુ બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી અને પછી દીપિકા પાદુકોણેને આ ફિલ્મ મળી ગઈ.

કરીના દ્વારા ફિલ્મ છોડવા અંગેના ઘણાં કારણો જણાવાયાં. પહેલા એમ જણાવાયું કે કારણ કે સંજય લીલા ભાનુશાળી નહોતા ઇચ્છતા કે કોઈ પરીણિત હીરોઇન તેમની ફિલ્મમાં કામ કરે અને તે જ વખતે કરીનાના લગ્ન લગભગ પાક્કા થઈ ચુક્યા હતાં. તેથી જ તેમણે કરીનાને પડતી મુકી.
પરંતુ કરીનાએ બાદમાં મીડિયા સમક્ષ જણાવ્યું કે તેને આ ફિલ્મમાંથી પડતી નથી મુકાઈ, પણ તેણે પોતે જ ફિલ્મ છોડી દીધી, કારણ કે તેની પાસે સમયનો અભાવ હતો.
જોકે હવે તાજેતરમાં જ એક નવી વાત સામે આવી છે. કહે છે કે કરીનાએ આ ફિલ્મ એટલા માટે છોડી કે સંજયે તેની સામે એક શરત મુકી હતી કે ફિલ્મના શુટિંગ દરમિયાન તેણે માતા બનવું નહિં. કરીનાને આ કૉન્ટ્રાક્ટ પસંદ ન પડ્યો અને તેણે આ કૉન્ટ્રાક્ટ સાઇન કરવાનો ઇનકાર કરી દીધો. આ જ કારણ હતું કે કરીનાએ સંજયની રામ લીલા છોડી દીધી.
નોંધનીય છે કે સંજય લીલા ભાનુશાળીની આવનાર ફિલ્મ રામ લીલામાં કરીના કપૂર જુલિયેટનું પાત્ર ભજવવાની હતી. પરંતુ બાદમાં કરીના ફિલ્મમાંથી નિકળી જતાં દીપિકા પાદુકોણેને આ ફિલ્મમાં લેવામાં આવ્યું.
હાલ દીપિકા અને રણવીર સિંહ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. સંજયની આ બહુ જ ખાસ ફિલ્મ છે અને કરીના પણ સંજય સાથે કામ કરવા માંગતી હતી. અહીં સુધી કે કરીનાએ સૈફ અલી ખાન સાથે પોતાના લગ્નની તારીખ પોસ્ટપોન્ડ કરવા સુધીની તૈયારી દાખવી હતી, પરંતુ આમ છતાં કરીનાની કિસ્મતે સાથ ન આપ્યો અને તે રામ લીલા ન કરીશકી.
હવે વિચારવાની વાત એ છે કે કરીનાએ માતા ન બનવાનો કૉન્ટ્રાક્ટ સાઇન કેમ ન કર્યો? ક્યાંક કરીના અત્યારથી જ તો ફેમિલી પ્લાનિંગ નથી કરી રહી ને? જોઇએ, શક્ય છે કે ટુંકમાં જ બધાને કરીના પણ કોઈ ગુડ ન્યુઝ આપી દે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
