તલાક બાદ પહેલીવાર બોલ્ડ અંદાજમાં જોવા મળી સામંથા, ગોવાથી પાણી વચ્ચે ગ્લેમરસ ફોટો શેર કર્યો!
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. સૌથી પહેલા તે OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ ફેમિલી મેન-2થી ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં હતી.
હૈદરાબાદ, 31 ડિસેમ્બર : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. સૌથી પહેલા તે OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ ફેમિલી મેન-2થી ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં હતી. તેના પતિ નાગા ચૈતન્યથી છૂટાછેડા લીધા બાદ તાજેતરમાં જ ફિલ્મ પુષ્પામાં તેની કારકિર્દીના પ્રથમ આઈટમ સોંગ અને હવે ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. સામંથાએ આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ નાગા ચૈતન્યથી અલગ થવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ તેણે હવે પહેલીવાર તેના ઈન્સ્ટાગ્રામ પર આવો ગ્લેમરસ ફોટો પોસ્ટ કર્યો છે, જે જોતા જ વાયરલ થઈ ગયો છે.

સામંથાની કારકિર્દીનું પ્રથમ આઇટમ નંબર
છૂટાછેડા પછી સામંથા સતત સોશિયલ મીડિયા પર તેના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે એ પણ જણાવ્યું હતું કે છૂટાછેડા લેવાનો નિર્ણય લેતા પહેલા તેના મગજમાં કેવી રીતે વિચારો આવતા હતા. જો કે, હવે તેણે છૂટાછેડા લીધા પછી તેના નવા જીવનની શરૂઆત કરી છે, અને તે તેની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. આ દરમિયાન તેણે પોતાનું પહેલુ આઈટમ નંબર પણ કર્યુ, જેમાં તેની અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવામાં રજાઓ ગાળ્યા બાદ સામંથા ફરીથી તેના શેડ્યૂલને અનુસરી રહી છે.

સામંથાના ફોટોના લઈને ફેન્સે નાગાએ ચૈતન્યને પણ વચ્ચે લાવ્યા
આ દરમિયાન તેણે ઇન્સ્ટા પર તેની સુંદરતા ફેલાવતો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેને જોયા પછી તેના ચાહકો તેની નજર હટાવી શકતા નથી. અભિનેત્રીએ તેની ગોવા ટ્રિપમાંથી સ્વિમસૂટમાં પોતાની એક સુંદર અને ગ્લેમરસ તસવીર શેર કરી છે. એક તરફ જ્યાં ચાહકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા હતા ત્યાં કેટલાક એવા પણ હતા જેમણે તેના પૂર્વ પતિ નાગા ચૈતન્યને કોમેન્ટ બોક્સમાં ખેંચી લીધો. નાગા ચૈતન્યને ટેગ કરતા એક યુઝરે હાર્ડ લક ચેમ્પ કોમેન્ટ કરી. તો કેટલાક અન્ય લોકોએ પણ ચૈતન્યને કોમેન્ટ સેક્શનમાં ટેગ કર્યા છે.
સ્વિમ સ્યુટમાં ફોટો શેર કર્યા
34 વર્ષની અભિનેત્રી સામંથા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 20 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. સ્વિમસૂટમાં તસવીર શેર કરતાં સામંથાએ લખ્યું #goayoubeauty અને હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કર્યું. ફોટામાં અભિનેત્રીએ કલરફુલ સ્વિમસૂટ પહેર્યો હતો અને કેમેરા સામે ખૂબ જ મીઠી સ્માઈલ આપતી જોવા મળી હતી. તેના હસતા ચહેરાએ ચાહકોને દિવાના કર્યા છે.

લગ્નના ચાર વર્ષ પછી છૂટાછેડા
સામંથાની તસવીર પર ચાહકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ફેન્સ કોમેન્ટ સેક્સનમાં હાર્ટ અને ફાયર ઇમોજીનું પૂર લાવ્યા હતા. એક્ટ્રેસ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. આ વર્ષે 2 ઓક્ટોબરે તેમના છૂટાછેડા થઈ ગયા. નાગા ચૈતન્ય અને સામંથાએ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે બંનેએ 2017માં લગ્ન કર્યા હતા અને ચાર વર્ષ પછી અલગ થઈ ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
