બરાબર હિન્દી નથી બોલી શકતી આ અભિનેત્રીઓ, જૅકલીનને મળ્યો ગુરુ
મુંબઈ, 20 જૂન : સલમાન ખાનની આગામી ફિલ્મ કિકે લોકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. ફૅન્સને ઈદનો ઇંતેજાર છે કે જ્યારે કિક રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન જૅકલીન ફર્નાન્ડીઝ સાથે નજરે પડવાનાં છે. સલમાન સાથે તેમની આ પહેલી ફિલ્મ છે, પરંતુ લાગે છે કે સલમાન જૅકલીનના કામથી બહુ પ્રભાવિત થયાં છે. તેથી જ જૅકલીનને પ્રમોટ કરવાની તમામ કોશિશો કરી રહ્યાં છે.
તેનો દાખલો જોવા મળ્યો કિકના ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે કે જ્યાં મીડિયા સામે સલમાને જૅકલીનના મનમૂકીને વખાણ કર્યાં અને જણાવ્યું કે જૅકલીન ફર્નાન્ડીઝ મહેનતુ અભિનેત્રી છે. તેમની અંદર તો તેમને વીતેલા જમાનાના સુપર હીરોઇન ઝીનત અમાન દેખાય છે. એટલું જ નહીં, સલમાને મીડિયા સામે એમ પણ કહ્યું - હું ફિલ્મ કિક વિશે થોડી વાર પછી વાત કરીશ, પરંતુ તે પહેલા આપની સામે જૅકલીન ફર્નાન્ડીઝ કિક ફિલ્મ અંગે વાત કરશે અને તે પણ હિન્દીમાં.
સલમાન આટલુ બોલતાં જ ત્યાં હાજર લોકોના ચહેરે સ્મિત ફરકી ગયું અને જૅકલીને શરમાતા અને સ્મિત ફરકાવતાં બહુ અદા સાથે કહ્યું - શુક્રિયા સલમાનજી. એમ પણ સલમાન ખાન પાસે સારોએવો અનુભવ છે હીરોઇનોને હિન્દી શિખવાડવાનો. જૅકલીન પહેલા કૅટરીન કૈફ પણ સલમાન પાસે જ હિન્દી શિખ્યા હતાં અને ગત વર્ષે બિગ બૉસ 7માં એલી અવરમને પણ સલમાન ખાન જ હિન્દી શિખવાડતા નજરે પડ્યા હતાં.
કહે છે કે સલમાન ખાને જૅકલીનને એટલી પ્રોત્સાહિત કરી છે કે જૅકલીને ફિલ્મ કિકમાં પોતાના ડાયલૉગ્સ પોતે જ બોલ્યાં છે અને તેમણે ડબિંગનો જરાય સહારો નથી લીધો. કિક પાસે સલમાન અને જૅકલીન બંનેને બહુ અપેક્ષાઓ છે. કિક ફિલ્મ સાથે જ સાજિદ નડિયાદવાલા પણ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યાં છે.
ચાલો હાલ તો આપને બતાવીએ બૉલીવુડ અભિનેત્રીઓ કે જે બરાબર હિન્દી નથી બોલી શકતી :

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ જાણીતા ફિરંગી અભિનેત્રી છે કે જેમણે સાબિત કરી આપ્યું કે સફળતા માટે હિન્દી જાણવી જરૂરી નથી. કૅટરીના આજે પણ શુદ્ધ હિન્દી નથી બોલી શકતાં.

નરગિસ ફખરી
અમેરિકન મૉડેલમાંથી અભિનેત્રી બનનાર પાકિસ્તાની મૂળના નરગિસ ફખરીના પિતા પાકિસ્તાની અને માતા Czechના છે. છેલ્લે મૈં તેરા હીરોમાં દેખાનાર નરગિસ પણ સારી રીતે હિન્દી નથી બોલી શકતાં.

લીઝા હૅડન
લૅક્મે મૉડેલમાંથી અભિનેત્રી બનેલા લીઝા હૅડને રાસ્કલ્સ ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ક્વીન ફિલ્મમાં વિજયાલક્ષ્મી તરીકે સિંગલ મધરના રોલમાં લીઝાની નોંધ લેવાઈ છે. લીઝા ભાગ્યશાળી છે કે ફિલ્મમાં તેના ડાયલૉગ્સ ઇંગ્લિશમાં હતાં. લીઝા હવે શૌકીનમાં દેખાવાનાં છે કે જેમાં તેમનો સમાવેશ નરગિસના સ્થાને કરાયો છે.

સન્ની લિયોન
પોર્ન સ્ટારમાંથી અભિનેત્રી બનેલા સન્ની લિયોનનું હિન્દી પણ ખૂબ જ નબળુ છે. આપણે આ વસ્તુ બિગ બૉસ અને પછી જિસ્મ 2માં જોઈ છે. આમ છતાં બૅબી ડૉલે રાગિણી એમએમએસ 2 દ્વારા બૉલીવુડ ઉપર રાજ સ્થાપિત કરી લીધું છે.

જૅકલીન ફર્નાન્ડીઝ
ભૂતપૂર્વ મિસ શ્રીલંકન જૅકલીન ફર્નાન્ડીઝને હિન્દી બરાબર નથી આવડતી, પરંતુ હાલમાં તેઓ સલમાન સાથે કામ કરી રહ્યાં છે અને સલમાને પોતે તેમને હિન્દી શીખવાડવાની કોશિશ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
