ખરાબ વખતમાં સલમાને સાથ આપ્યો : પ્રેમ સોની
મુંબઈ, 11 મે : બૉલીવુડ ફિલ્મ નિર્માતા પ્રેમ સોની કહે છે કે જ્યારે તેઓ કૅંસરની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાં, ત્યારે સલમાન ખાન હંમેશા તેમની સાથે ઊભા રહ્યાં. સોની તાજેતરમાં જ પિત્તાશયના કૅંસરથી ઉગર્યાં છે. તેઓ સલમાનને પોતાનાં સારા મિત્ર ગણે છે.

પ્રેમ સોની બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાની ફિલ્મ નિર્માણ કંપનીની આવનાર ફિલ્મ ઇશ્ક ઇન પેરિસના દિગ્દર્શક છે. તેમણે જણાવ્યું - સલમાને જ્યારે મારી બીમારી અંગે જાણ્યું, તો તેઓ ખૂબ ચિંતિત થયાં. જ્યારે મારી સારવાર ચાલતી હતી, ત્યારે તેઓ કાયમ મારા સમ્પર્કમાં રહ્યાં અને મારો ખૂબ સાથ આપ્યો. તેમને માત્ર એક ફોન કરવાની જરૂર રહેતી અને તેમની સાથે વાત કરી મને ખૂબ સાંત્વના મળતું. સલમાન એક સુપરસ્ટાર છે, પણ તેનાથી વધુ તેઓ એક સારા માણસ છે. હવે હું બિલ્કુલ સ્વસ્થ છું. મને સહકાર આપવા બદલ સૌનો આભાર.
નોંધનીય છે કે ઇશ્ક ઇન પેરિસ દ્વારા પ્રીતિ ઝિંટા કમબૅક કરી રહ્યાં છે. ફિલ્મ ગત વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પ્રેમ સોનીની બીમારીની જાણ થતાં રિલીઝ મે-2013 સુધી સ્થગિત કરાઈ હતી. ફિલ્મના એક ગીતમાં સલમાન ખાને મહેમાન કલાકારની ભૂમિકા ભજવી છે. સોનીએ જણાવ્યું - સલમાન સાથે મારો સંબંધ માત્ર કામનો નથી. તેઓ અનેક બાબતોમાં મારા માર્ગદર્શક પણ રહ્યાં છે. ઇશ્ક ઇન પેરિસ ફિલ્મમાં એક ગીત અમે તેમને ધ્યાને લઈ લખ્યું છે. ફિલ્મમાં પ્રીતિ ઝિંટા ઉપરાંત ઇઝાબેલ અડજાણી અને અભિનેતા રેહાન મલિકે પણ મુખ્ય ભૂમિકા ભજવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
