ફૅન્સ માટે ધાબે ચઢી ગયો કિંગ ખાન : જુઓ Khans Eid Celebration

મુંબઈ, 30 જુલાઈ : બૉલીવુડ ઉપર ગઈકાલે ઈદની ખુમારી હતી. એક બાજુ સલમાન ખાનને ઈદી આપવા માટે તેમના ફૅન્સે થિયેટરોમાં મન મૂકીને ભીડ જમાવી. ઈદના દિવસે સલમાનની ફિલ્મ કિકે વિપુલ કમાણી કરી. અત્યાર સુધીના રિપોર્ટ્સ મુજબ કિક ફિલ્મ 30 કરોડનો આંકડો તો પાર કરી લીધો. સલમાને કિક અને ઈદની બમણી ઉજવણી પોતાના ભાઇઓ અને પિતા સાથે મળીને કરી.

બીજી બાજુ શાહરુખ ખાને પોતાના ઘરની સામે ફૅન્સને એકઠા કર્યાં અને ઈદ મુબારક કહ્યું. શાહરુખે તો પોતાન બંગલા મન્નતની બાઉન્ડરી પર ચઢી દૂર સુધી ઉભેલા ફૅન્સને ઈદની મુબારકબાદી આપી. શાહરુખ ખાન ઈદના દિવસે પણ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતાં.

દરમિયાન આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવ અને બાળકો સાથે ઈદની ઉજવણી કરતા દેખાયાં. આમિરે કરેલી ઈદની ઉજવણી તસવીરો પણ મીડિયામાં શૅર કરી. શાહરુખ-આમિર-સલમાનની જેમ જ જાવેદ જાફરીએ ઈદ પ્રસંગે શાનદાર પાર્ટી આપી કે જેમાં મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી.

ચાલો જોઇએ બૉલીવુડની ઈદની ઉજવણીની તસવીરો :

પરિવાર સાથે આમિર

પરિવાર સાથે આમિર

આમિર ખાને પોતાની પત્ની કિરણ રાવ અને પુત્ર સાથે ઈદ ઉજવી. મીડિયાને જોઈ આમિરે પોતાના પુત્રને કહ્યું કે તે પણ સ્મિત ફરકાવી મીડિયાને ઈદની મુબારકબાદી પાઠવે.

કિરણ-આમિર

કિરણ-આમિર

આમિર પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશખુશાલ નજરે પડતા હતાં. આમિરા મીડિયા તથા હાજર તમામને ઈદને શુભકામનાઓ પાઠવી.

ફૅન્સ સાથે આમિર

ફૅન્સ સાથે આમિર

આમિરે પોતાના ફૅન્સ તથા બાળકો સાથે પણ તસવીરો ખેંચાવી.

પરિવાર સાથે સલમાન

પરિવાર સાથે સલમાન

સલમાન ખાને પોતાના બંને ભાઇઓ અરબાઝ તથા સોહેલ તેમજ પિતા સલીમ ખાન સાથે ઈદની ઉજવણી કરી.

ફૅન્સને મુબારકબાદી

ફૅન્સને મુબારકબાદી

ઈદ પ્રસંગે સલમાને પોતાના ઘરનીબાલ્કનીમાં આવી ઘરની બહાર એકઠા થયેલ ફૅન્સને હાથ હલાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી.

શાહરુખનો અંદાજ

શાહરુખનો અંદાજ

શાહરુખ ખાને મન્નતની છતે આવી પોતાના ઘરની બહાર એકઠા થયેલ ફૅન્સને ઈદની મુબારબાદી પાઠવી.

ક્લીન શેવમાં શાહરુખ

ક્લીન શેવમાં શાહરુખ

ઈદ પ્રસંગે શાહરુખ ખાન ક્લીન શેવમાં નજરે પડ્યાં. સફેદ કલરની ટી-શર્ટ તથા બ્લ્યુ જિન્સ સાથે માથે આસમાની રંગનો કપડો બાંધેલ શાહરુખ ખૂબ જ હૅન્ડસમ જણાતા હતાં.

ધાબે ચઢ્યા શાહરુખ

ધાબે ચઢ્યા શાહરુખ

શાહરુખે દૂર સુધી ઉભેલા પોતાના ફૅન્સને પોતાનો દીદાર કરાવવા ધાબાના કિનારે લાગેલી જાળી પર ચઢી ઈદ મુબારક કહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X