કૅટ નહીં, તો ઈસા સહી : સલમાનને નવો પ્રેમ મળ્યો?
મુંબઈ, 3 સપ્ટેમ્બર : હવે તેને વિટંબણા નહીં, તો શું કહેવું? એક બાજુ કૅટરીના કૈફ પોતાના નવા પ્રેમી રણબીર કપૂર સાથે કરણ જૌહરની પાર્ટી એન્જૉય કરતા હતાં, ત્યારે બીજી બાજુ તેમના ભૂતપૂર્વ પ્રેમી અને બૉલીવુડના ટાઇગર સલમાન ખાન કૅનેડા ખાતે કૅટરીનાના બહેન ઈસાબેલ કૈફની ડેબ્યુ બૉલીવુડ ફિલ્મ ડૉ. કૅબીનું પ્રમોશન કરી રહ્યા હતાં.
મળતી માહિતી મુજબ સલમાન ખાને સોમવારે કૅનેડા ખાતે ઈસાબેલની ફિલ્મ ડૉ કૅબીનું પ્રમોશન કર્યુ. કૅનેડા ખાતે ફિલ્મના પ્રમોશન માટે રેડ કારપેટ ઈવેંટ યોજાઈ હતી કે જેમાં સલમાન ખાન, ઈસાબેલ કૈફ, કુણાલ નય્યર વિગેરે હાજર રહ્યા હતાં.
એક લીડિંગ વેબસાઇટના સૂત્રોના જણાવ્યા મુજબ સલમાન ખાન પોતાના ઘરે યોજાયેલ ગણેશોત્સવ છોડી કૅનેડા ગયા કે જેથી કૅટના બહેનને પ્રમોટ કરી શકે. સલમાનનુ પોતાનુ જવુ જરૂરી નહોતુ. તેઓ ઇચ્છત તો ફોન પર જ ઇંટરવ્યૂ કરી ઈસાબેનને પ્રમોટ કરી શક્યા હોત, પણ તેઓ રૂબરૂ ગયાં.
હવે કદાચ આ સમાચાર જાણ્યા બાદ લોકોને એમ લાગતુ હશે કે ક્યાંક કૅટ અને સલમાન હજીય એક-બીજા પ્રત્યે પ્રેમની ફીલિંગ તો નથી ધરાવતાં? એવુ વિચારવાને કારણ નથી, કેમ કે સલમાન-કૅટ બંને પોતાના સંબંધો અંગે સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ હવે રિલેશનશિપમાં નથી.
ચાલો આપને બતાવીએ ડૉ કૅબી ફિલ્મની રેડ કારપેટ ઈવેંટની તસવીરો :

કૅટ રણબીર સાથે વ્યસ્ત
કૅટરીના કૈફ હાલના પ્રેમી રણબીર કપૂર સાથે વ્યસ્ત અને મસ્ત છે. તેઓ કરણ જૌહરની પાર્ટીમાં પણ સાથે પહોંચ્યા હતાં.

સલમાન ઈસાબેલ સાથે
બીજી બાજુ સલમાન ખાન કૅટના બહેન ઈસાબેલ કૈફ સાથે કૅનેડા ખાતે નજરે પડ્યાં.

ડૉ કૅબીનું પ્રમોશન
સલમાન ખાન ઈસાબેલની ડેબ્યુ ફિલ્મ ડૉ કૅબીનું પ્રમોશન કરવા માટે કૅનેડા પહોંચ્યા હતાં.

રેડ કારપેટ ઈવેંટ
ડૉ કૅબીના પ્રમોશન માટે કૅનેડામાં રેડ કારપેટ ઈવેંટ યોજાઈ હતી.

હૉટ ઈસાબેલ
રેડ કારપેટ ઈવેંટમાં ડૉ કૅબીના અભિનેત્રી ઈસાબેલ ખૂબ જ હૉટ અંદાજમાં પહોંચ્યા હતાં.

કુણાલ નય્યર
આ રેડ કારપેટ ઈવેંટમાં ડૉ કૅબીના અભિનેતા કુણાલ નય્યર પણ હાજર રહ્યા હતાં.

સલમાનનું ગીત
સલમાન માત્ર દેખાડા માટે કૅનેડા નહોતા ગયાં. તેમણે ઈસાબેલને પ્રમોટ કરવા માટે પોતાની ફિલ્મ કિકનું ગીત પણ ગાયુ કે જેને સાંભળી કૅનેડિયન દર્શકો ઘેલા થઈ ગયા હતાં.

ગણેશોત્સવ મૂકી પહોંચ્યા કૅનેડા
સલમાન ખાન પોતાના ઘરે યોજાયેલ ગણેશોત્સવ છોડી કૅનેડા ગયા કે જેથી કૅટના બહેનને પ્રમોટ કરી શકે. સલમાનનુ પોતાનુ જવુ જરૂરી નહોતુ. તેઓ ઇચ્છત તો ફોન પર જ ઇંટરવ્યૂ કરી ઈસાબેનને પ્રમોટ કરી શક્યા હોત, પણ તેઓ રૂબરૂ ગયાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
