Pics : મિશન સપને માટે હજામ બનતાં સલમાન ખાન!
મુંબઈ, 5 ફેબ્રુઆરી : નાના પડદે ટુંકમાં જ શરૂ થનાર રિયલિટી શો મિશન સપનેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ સામાન્ય માણસની ભૂમિકામાં નજરે પડવાના છે. મળતી માહિતી મુજબ હરભજન સિંહ આ શોમાં ચવાણાવાળા બનવાનાં છે, તો સલમાન ખાન મિશન સપને શોમાં હજામની ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે.
અગાઉ જાણવા મળ્યુ હતું સલમાન ખાન શોમાં એક દિવસ માટે ચાવાળા બનશે, પરંતુ હવે એમ જાણવા મળે છે કે દબંગ સલમાન ચાવાળા નહીં, પણ હજામ બનવા જઈ રહ્યાં છે. કહે છે કે સલમાન ખાન હજામ કુર્બાન અલીના જીવનથી બહુ પ્રભાવિત છે. કુર્બાને એક અકસ્માતમાં પગ ગુમાવી દીધા હતાં, પરંતુ પોતાની હિમ્મતના બળે પોતાના જીવનને સરળ બનાવી દીધું. સલમાન તેમની કહાણીથી પ્રિરત છે અને તેમના સંઘર્ષને નાના પડદે કંડારવા માંગે છે.
કલર્સ ચૅનલ ઉપર પ્રસારિત થનાર આ રસપ્રદ શો મિશન સપનેમાં વરુણ ધવન શાકભાજી વેચતા નજરે પડવાનાં છે, તો હરભજન સિંહ ચવાણા વેચશે. આ બૉલીવુડ ચહેરાઓને સામાન્ય જીવન જીવતા જોવા ખૂબ જ રસપ્રદ બની રહેનારું છે. આ શોની વધુ એક ખાસ બાબત એ હશે કે આ જાણીતી હસ્તીઓ આ શો વડે જરૂરિયામંદ લોકોની મદદ કરવા માંગે છે.
ચાલો તસવીરો સાથે જોઇએ સલમાન ખાન એઝ હજામ :

મિશન સપને
કલર્સ ચૅનલ ઉપર સામાન્ય વ્યક્તિઓના સંઘર્ષની કહાણી દર્શાવતો શો મિશન સપને ટુંકમાં જ શરૂ થવાનો છે કે જેમાં સેલિબ્રિટીઓ સામાન્ય માણસની ભૂમિકા ભજવી તેમની કહાણી દર્શાવશે.

હરભજન સિંહ
મિશન સપનેમાં ક્રિકેટર હરભજન સિંહ ચવાણાવાળા બનવાનાં છે.

હરભજન સિંહ
શોના શૂટિંગ માટે હરભજને શેરીઓમાં ફરી ચવાણું વેચ્યુ હતું.

હરભજન સિંહ
ચવાણાની લારીએ ગ્રાહકનો ઇંતેજાર કરતાં હરભજન સિંહ.

હરભજન સિંહ
ચવાળાની લારી ચલાવતાં હરભજન સિંહ.

મીકા સિંહ
મિશન સપને માટે મીકા સિંહે ટી સ્ટૉલ ખોલ્યો અને પોતે ચા બનાવતાં નજરે પડે છે.

રામ કપૂર
મિશન સપનેમાં રામ કપૂર ટૅક્સી ડ્રાઇવરની ભૂમિકામાં નજરે પડનાર છે.

રોનિત રૉય
રોનિત રૉય મિશન સપનેમાં લખનઉ ખાતે કૉસ્મેટિક્સ આયટમ્સ વેચતા નજરે પડશે.

સલમાન ખાન
મિશન સપનેમાં સલમાન ખાન હજામની ભૂમિકામાં નજરે પડનાર છે. તેઓ કુર્બાન નામના હજામની કહાણી રજૂ કરશે.

સલમાન ખાન
મિશન સપને માટે સલમાને તાજેતરમાં શૂટિંગ દરમિયાન હજામ બની એક વ્યક્તિની હજામત કરી હતી. તેઓ અગાઉ ચાવાળા બનવાના હતાં.

વરુણ ધવન
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ વરુણ ધવન પણ મિશન સપનેનો ભાગ હશે.

વરુણ ધન
વરુણ ધવન મિશન સપનેમાં શાકભાજી વેચતા નજરે પડશે.

વરુણ ધવન
વરુણ ધવન શાકભાજી વેચી દેશમાં સૌથી મહત્વનો ધંધો કરતાં શાકભાજી વેચનારાઓની કહાણી રજૂ કરશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
