ગણપતિ વિસર્જન પર સિગરેટ પીતા દેખાયા સલમાન ખાન, Video થયો વાયરલ
હાલમાં જ એક પત્રકાર સાથે ગેરવર્તણૂક મામલે સલમાન સમાચારોમાં આવ્યા હતા અને હવે એક નવો મુદ્દો તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ ઉભો થયો છે.
બોલિવુડના દબંગ સલમાન ખાન પોતાના કારનામા માટે હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. હાલમાં જ એક પત્રકાર સાથે ગેરવર્તણૂક મામલે સલમાન સમાચારોમાં આવ્યા હતા અને હવે એક નવો મુદ્દો તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ ઉભો થયો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં સલમાન ગણેશ વિસર્જન પર સિગરેટ પીતા જોવા મળી રહ્યા છે. સલમાન પોતાની બહેન અર્પિતાના ઘરે ગણેશ વિસર્જન દરમિયાન પોતાના બૉડીગાર્ડ શેરા સાથે સિગરેટ પીતા જોવા મળી રહ્યા છે. વળી આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર સલમાનની આ હરકત માટે તેને બહુ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

વિસર્જન દરમિયાન સલમાનનો દેસી ડાંસ થયો વાયરલ
તમને જણાવી દઈએ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અર્પિતા ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવી. એવામાં સલમાન ખાન સહિત આખો ખાન પરિવાર બાપ્પાનુ ધામધૂમથી સ્વાગત કર્યુ. વળી, ગણપતિ વિસર્જન દરમિયાન સલમાનનો દેસી ડાંસ બહુ વાયરલ થયો. આ બધા વાયરલ વીડિયોમાં તમને સલમાનનનો અલગ જ અંદાજ જોવા મળે છે. બાપ્પાના વિસર્જન દરમિયાન સલમાન તેમની ભક્તિમાં એકદમ લીન છે. તેમના ઘરની બહાર ઢોલ નગારા વાગી રહ્યા છે. સલમાન એકદમ દેસી અંદાજમાં ડાંસ કરતા જોવા મળે છે.

આખા ખાન પરિવારે કરી પૂજા
વળી, એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આખો ખાન પરિવાર ગણપતિની પૂજા કરતા જોવા મળે છે. વિસર્જન દરમિયાન એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેના પતિ અંગદ બેદી પણ જોવા મળી રહ્યા છે. સાથે સલમાન અને તેના બૉડીગાર્ડ શેરાએ પણ બાપ્પાની આરતી કરી. સલમાન બાદ ફરીથી અરબાઝ ખાને પૂજાની થાળી હાથમાં લીધી અને બાપ્પાની આરતી કરી.
પત્રકાર સાથે ગેરવર્તણૂકનો આરોપ
મુંબઈના એક પત્રકાર અશોક પાંડે સાથે ગેરવર્તણૂક કેસમાં અંધેરી કોર્ટના મેજસ્ટ્રેટે અભિનેતા સલમાન ખાન સામે તપાસ કરીને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. અશોક પાંડેનો આરોપ છે કે એપ્રિલ મહિનામાં જ્યારે સલમાન ખાન સાઈકલ પર જઈ રહ્યા હતા ત્યારે મોબાઈલથી વીડિયો બનાવવા પર સલમાન ખાને તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો પછી ભદ્દી ભદ્દી ગાળો આપવા લાગ્યા અને ગેરવર્તણૂક કરી. જો કે 5 મિનિટ બાદ સલમાનના બૉડીગાર્ડે ફોન પાછો આપી દીધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
