Pics : કૅટ રણબીર સાથે, તો સલમાન પણ એકલાં નથી!
મુંબઈ, 30 જુલાઈ : પુનઃ એક વાર સલમાન ખાનની એક નવી પ્રણય-કથાએ મીડિયામાં ચર્ચા જગાવી છે. કહે છે કે રોમાનિયાના ટેલીવિઝન એક્ટ્રેસના મોહપાશમાં આ વખતે સલ્લુ મિયા ગંભીર રીતે કેદ થઈ ગયાં છે. આ રોમાનિયા ગર્લનું નામ છે લુલિયા વૅંટર. તેમના અંગે કહેવાઈ રહ્યું છે કે તેઓ સલમાન ખાન સાથે જ તેમના ઘરમાં જ રહી રહ્યાં છે. તેથી લોકોએ દબાયેલી જીભે કહેવું શરૂ કર્યુ હતં કે ક્યાંક સલમાન ખાન લુલિયા સાથે લિવ ઇન રિલેશનમાં તો નથી.
એમ કહેવું અતિશ્યોક્તિપૂર્ણ નહિં ગણાય કે સલમાન ખાનના એક વખતના પ્રેમિકા કૅટરીના કૈફ જો આજકાલ રણબીર કપૂર સાથે મસ્તી કરતાં હોય, તો સલમાન ખાન પણ એકલાં નથી. સલમાન-લુલિયા આજકાલ સાથે-સાથે નજરે પડે છે. કહે છે કે સલમાન ખાન લુલિયા વૅંટરને દરેક સ્થાને પોતાની સાથે લઈ જઈ રહ્યાં છે.
મળતી માહિતી મુજબ રોમાનિયાની લૂલિયા અને સલમાન ખાન વચ્ચે નિકટતા હોવાની ચર્ચા લાંબા સમયથી થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ બન્ને લગભગ બે વર્ષથી સાથે છે, પરંતુ સલમાને ક્યારેય આ વાત બહાર નથી આવવા દીધી. હાલમાં સલમાન ગોવામાં શુટિંગ કરી રહ્યો છે અને લૂલિયા તેની સાથે છે. જાણવા મળ્યું છે કે આ બન્નેની મુલાકાત વિદેશમાં થઈ હતી અને ત્યારથી તેઓ સારા મિત્રો બન્યા હતા. સલમાનનાં જીવનમાં પહેલા સંગીતા બિજલાની, સોમી અલી, ઐશ્વર્યા રાય તથા કેટરીના કૈફ આવી ચુક્યા છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હમ સાથ સાથ હૈં
સલમાન ખાન આજકાલ દરેક સ્થળે લુલિયા વૅંટર સાથે દેખાય છે. પોતાના ફિલ્મના શૂટિંગ સ્થળે પણ સલમાન-લુલિયા સાથે દેખાય છે.

બે વર્ષની રિલેશનશિપ
સલમાન-લુલિયા વચ્ચે મૈત્રી સમ્બંધ છેલ્લા બે વરસથી છે, પરંતુ ફિલ્મી શેરીઓમાંથી જાણવા મળે છે કે સલમાન લુલિયાને મિત્ર કરતાં વધુ માને છે અને આ સંબંધ લગ્નમાં પરિણમી શકે છે.

શૂટિંગના બહાને
ખબર તો એમ પણ આવી હતી કે સલ્લુ મિયા પોતાની ફિલ્મ મેંટલના શૂટિંગને બહાને ગોવા અને પછી હૈદરાબાદ ખાતે લુલિયા સાથે સમય પસાર કરતાં દેખાયા હતાં.

ઘર શોધ્યું સલમાને
કહે છે કે લુલિયા માટે સલમાને કાર્ટર રોડ ઉપર મકાન શોધી કાઢ્યું છે. લુલિયા થોડાંક દિવસ માટે મુંબઈ રહેવા માંગે છે.

રોમાનિયન ટીવી એંકર
જાણવા મળે છે કે સલમાન હાલ રોમાનિયાની એક ફિરંગી બાળા લુલિયા વેંટરની મહોબ્બતમાં કેદ છે. લુલિયા એક ટીવી એંકર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
