Video: સલમાન ખાને બૉડીગાર્ડને ભીડમાં મારી દીધી થપ્પડ, કારણ જાણીને ચોંકી જશો
5 જૂનના રોજ રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ ભારતના પ્રીમિયર દરમિયાન કંઈક એવુ થયુ જે કેમેરામાં કેદ થઈ ગયુ અને ચર્ચાનો વિષય બની ગયો.
અભિનેતા સલમાન ખાન એક વાર ફરીથી ચર્ચાઓમાં આવી ગયા છે. વાસ્તવમાં આ વીડિયોના કારણે સલમાનની પ્રશંસા અને ટીકા બંને થઈ રહી છે. 5 જૂનના રોજ રિલીઝ થયેલી સલમાનની ફિલ્મ ભારતના પ્રીમિયર દરમિયાન કંઈક એવુ થયુ જે કેમેરામાં કેદ થઈ ગયુ અને ચર્ચાનો વિષય બની ગયો. વાયરલ થયેલા વીડિયોમાં સલમાન પોતાની સુરક્ષામાં તૈનાત ગાર્ડને ભીડ વચ્ચે થપ્પજ મારતા દેખાઈ રહ્યા છે. પરંતુ એવી શું વાત છે કે તેમના ઘણા ફેન્સ આના માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે. આવો અમે તમને જણાવીએ.
એક બાળકના કારણે સુરક્ષા ગાર્ડને મારી થપ્પડ
વીડિયોમાં સલમાન પ્રીમિયરમાંથી નીકળતા દેખાઈ રહ્યા છે. તેમના સુરક્ષા ગાર્ડ તેમના માટે લોકોને પાછળ કરીને રસ્તો બનાવતા દેખાઈ રહ્યા છે. સલમાન પોતાની ગાડી તરફ આગળ વધી રહ્યા છે. અચાનક તે બાજુમાં ચાલી રહેલા બૉડીગાર્ડને થપ્પડ મારી દે છે. બાદમાં માલુમ પડે છે કે વાસ્તવમાં સલમાન સિક્યોરિટી ગાર્ડથી એટલા માટે નારાજ થયા કારણકે તેની પાસે ચાલી રહેલા બાળકને હટાવવા માટે ધક્કો મારી દીધો અને દૂર્વ્યવહાર કર્યો. નાના બાળકો ભીડમાં દબાઈ રહ્યા હતા અને ગાર્ડ આ બધાને સંભાળવામાં નિષ્ફળ હતો.

કોઈ બોલ્યુ શાનદાર તો કોઈ બોલ્યુ અહંકાર
સલમાનનો આ વીડિયો સામે આવ્યો તો સલમાનના પ્રશંસક તેની પ્રશંસા કરવા લાગ્યા અને બોલ્યા કે મોટો સ્ટાર હોવા છતાં સલાન પોતાના ફેન્સ સાથે કોઈ પ્રકારનો દૂર્વ્યવહાર સહન નથી કરી શકતા અને આના માટે કોઈની પણ સાથે ભીડાઈ જાય છે. વળી, અમુક લોકોએ કહ્યુ કે તે સલમાનનો અહંકાર છે, તે આ વાત માટે પોતાના સિક્યોરિટી ગાર્ડને પ્રેમથી પણ સમજાવી શકતા હતા, તેમને આના માટે હિંસક બનવાની શું જરૂર હતી.

સલમાનને છીનવ્યો હતો પત્રકારનો ફોન
હાલમાં જ સલમાન એક પત્રકારનો ફોન છીનવવાના કારણે વિવાદોમાં ઘેરાઈ ગયા હતા. વાસ્તવમાં રસ્તા પર સાઈકલ ચલાવતા સલમાને કોઈને પોતાનો ફોટો પાડતા જોયો તો તે ભડકી ગયા અને તેનો ફોન છીનવી લીધો. જો કે બાદમાં તે ફોન પાછો આપી દીધો હતો પરંતુ સલમાન સામે પોલિસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
