સલમાન ખાન પરિવાર હૈદરાબાદ પહોંચ્યો : જુઓ તસવીરો

મુંબઈ, 18 નેવમ્બર : બૉલીવુડ દબંગ સલમાન ખાનના બહેન અર્પિતા ખાનના લગ્ન છેલ્લા એક માસથી ચર્ચાના કેન્દ્રમાં બની રહ્યા છે અને હોય પણ કેમ નહીં, જ્યાં વાત સલમાન ખાન અને બૉલીવુડની હોય, તો લોકોને તો રસ હોય જ. હાલ આખો ખાન પરિવાર અર્પિતાના લગ્ન માટે હૈદરાબાદ પહોંચી ચુક્યો છે.

અર્પિતાના લગ્ન બિઝનેસમૅન આયુષ શર્મા સાથે થઈ રહ્યા છે. લગ્નના કાર્યક્રમો હૈદરાબાદમાં ફલકનુમા પૅલેસ ખાતે યોજાઈ રહ્યા છે કે જ્યાં બૉલીવુડ સિતારાઓની ચમક જોવા મળશે. સલમાનના પરિવારે આખી હોટલ બે દિવસ (18 અને 19મી નવેમ્બર) માટે બુક કરાવી લીધી છે. આશા છે કે આ લગ્ન ખૂબ જ ઝાકઝમાળભર્યા રહેવાના છે.

અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્નમાં લગભગ 300 મહેમાનો આવવાની શક્યતા છે. આમિર ખાન, કૅટરીના કૈફ, હૃતિક રોશન, દીપિકા પાદુકોણે, સૈફ અલી ખાન, કરીના કપૂર, ધર્મેન્દ્ર, હેમા માલિની, કરણ જૌહર, ડૈવિડ ધવન ઉપરાંત અનેક હસ્તીઓએ આ લગ્ન સમારંભમાં હાજર રહેવાની પુષ્ટિ કરી દીધી છે.

શાહરુખ ખાન તો અર્પિતાની હલ્દી અને સંગીત સેરેમનીમાં જ પહોંચી લોકોને આશ્ચર્યમાં મૂકી ચક્યા છે. તેથી લગ્ન સમારંભમાં તેમની સપરિવાર હાજરી પણ લગભગ નિશ્ચિત જ લાગે છે.

ચાલો જોઇએ હૈદરાબાદ ખાતે પહોંચેલા સલમાન ખાન પરિવારની તસવીરો :

આયુષ શર્મા

આયુષ શર્મા

અર્પિતા સાથે લગ્ન કરવા હૈદરાબાદ પહોંચતા આયુષ શર્મા.

અરબાઝ ખાન

અરબાઝ ખાન

હૈદરાબાદ પહોંચતા અર્પિતાના ભાઈ અરબાઝ ખાન.

અર્પિતા ખાન

અર્પિતા ખાન

આ છે દુલ્હન અર્પિતા કે જેમના આયુષ સાથે લગ્ન થવાના છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

અભિનેત્રી કાજલ અગ્રવાલ હૈદરાબાદ પહોંચી ગયા છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

નણંદ અર્પિતાના લગ્ન માટે હૈદરાબાદ પહોંચ્યા મલાઇકા અરોરા ખાન.

તૈયારી

તૈયારી

મલાઇકા અરોરા ખાન લગ્નની અને પોતાની જાતને તૈયાર કરી રહ્યા છે.

સલમાન ખાન

સલમાન ખાન

બહેનના લગ્ન માટે સલમાન ખાન ગઈકાલે રાત્રે જ હૈદરાબાદ આવી પહોંચ્યા હતાં.

ભત્રીજા સાથે

ભત્રીજા સાથે

સોહેલ ખાનના દીકરા સાથે સલમાન.

સોહેલ-સલીમ

સોહેલ-સલીમ

અર્પિતાના ભાઈ સોહેલ અને પિતા સલીમ ખાન.

સુશીલા ચરક

સુશીલા ચરક

સુશીલા ચરક પણ હૈદરાબાદ પહોંચી ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X