મામા બનશે સલમાન ખાન, અર્પિતા છે પ્રેગનેન્ટ
ભાઇ ખાન અને શર્મા પરિવાર માટે છે ખુશીની ખબર. સલમાન ખાનની લાકડી બહેન અર્પિતા છે પ્રેગનેન્ટ. જેના એ મતલબ થાય છે કે હવે સલમાનને તેના પરિવારમાં વધુ એક મેમ્બર "મામું", "મામું" કહીને બોલાવશે.
એટલું જ નહીં ખુશીના આ ખબર સોશ્યલ મીડિયા પર ખુદ સલમાન ખાનના પિતા સલીમ ખાને વહેતા કર્યા છે. નોંધનીય છે કે હાલમાં જ અર્પિતાના લગ્ન આયુષ શર્મા જોડે થયા હતા. અને આ લગ્નની મહેફિલ માણવા માટે આખું બોલીવૂડ ઉમટી પડ્યું હતું.
તે વાત તો બધા જ જાણે છે કે સલમાન ખાનને બાળકો ખૂબ જ પ્રિય છે. તે હંમેશા તેના ભાઇ અને બહેનોના બાળકોને લાડ લડાવતો રહે છે. ત્યારે તેની સૌથી નાની બહેન પણ હવે મમ્મી બનવાની છે ત્યારે સલમાન ખાનની ખુશીનો તો કોઇ પાર જ નહીં રહે. ત્યારે આ ખબર વિષે થોડી વધુ માહિતી મેળવો નીચેના ફોટોસ્લાઇડરમાં...

અર્પિતાના લગ્ન
નોંધનીય છે કે ગત નવેમ્બરમાં ખૂબ જ ધામધૂમથી સલમાન ખાને તેની બહેન અર્પિતાના લગ્ન આયુષ શર્મા જોડે કર્યા હતા.

ખબરની પુષ્ઠિ
ત્યારે ગણેશ ઉત્સવ વખતે જ્યારે અર્પિતાનું પેટ ફૂલેલું જોવા મળ્યું ત્યારે મીડિયામાં તેની પ્રેગનેન્સીની ચર્ચાઓ થવા લાગી.

સલીમ ખાને આપ્યા સમાચાર
ત્યારે પીન્કવિલા ડોટ કોમ પર સલીમ ખાને આ વાતની પુષ્ટિ આપી કે અર્પિતા પ્રેગનેન્ટ છે.

ખાન-શર્મા પરિવારમાં ખુશી
ત્યારે ખાન અને શર્મા પરિવારમાં આ સમાચારથી ખુશીની લહેર ફરી વળી છે.

અર્પિતા
નોંધનીય છે કે શર્મા પરિવારનું આ પહેલું બાળક છે. કારણ કે શર્મા પરિવારમાં આયુષ સૌથી મોટો પુત્ર છે.

સલમાન ખાન
ત્યારે સલમાન ખાન માટે પણ આ સમાચાર ખુબ જ ખુશીના સમાચાર છે કારણ કે તેની લાડકી નાની બહેન હવે માં બનવાની છે.

અર્પિતા
જો કે તે વાત તો બધા જ જાણે છે કે સલમાન ખાનને બાળકો ખૂબ જ પ્રિય છે.

ખાન પરિવાર
એટલું જ નહીં સલમાન ખાને તો એક વાર પોતે જ કહ્યું હતું કે તે હસબન્ડ મટીરિયલ નથી. પણ ફાધર મટીરિયલ છે!

અર્પિતા- આયુષની પ્રેમકહાની
ત્યારે આ ક્યૂટ કપલની લવસ્ટોરી વર્ષ 2013માં શરૂ થઇ. જ્યારે તેઓ કોમન ફેન્ડ દ્વારા પહેલીવાર મળ્યા હતા. અને ત્યારથી તે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.

પ્રેમ અને લગ્ન
જે બાદ તેમણે ધડિયા લગ્ન લીધા. અને હવે તો તે મમ્મી-પપ્પા પણ બનવાના છે.

સલમાન ખાન
નોંધનીય છે કે અર્પિતા સલીમ ખાનની દત્તક લીધેલી પુત્રી છે.

સલમાન ખાન
તો બીજી તરફ કેટલાક લોકો તેવું પણ કહે છે કે સલમાન ખાનને અર્પિતા રસ્તા પર મળી હતી અને સલમાન દરિયાદિલી કે તેને તે પોતાના ઘરે લઇ ગયો જે બાદ સલીમ ખાને તેને દત્તક લઇ લીધી.

તેને દત્તક લઇ લીધી. અર્પિતા-સલમાન
જો કે સલમાન ખાન અને તેના સમગ્ર પરિવારે અર્પિતાને ખૂબ જ લાડપ્રેમથી મોટી કરી છે.

આયુષ-અર્પિતા અભિનંદન
તો વળી ચર્ચામાં તો એ પણ છે કે આયુષને ફિલ્મોમાં એક્ટિંગ કરવી છે જે માટે સલમાન ખાન ભવિષ્યમાં તેને લોન્ચ પણ કરવાના છે. ત્યારે આ ખુશીના સમયે અમે તો એટલું જ કહીશું કે અભિનંદન!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
