દબંગ 2માં સલમાન કરશે ડબલ ધમાલ
મુંબઈ, 18 સપ્ટેમ્બર : બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ જુડવાં તો બધાને યાદ હશે. હવે ફરી એક વાર સલમાન ડબલ ધમાકો લઈને આવી રહ્યાં છે.

જાણવા મળે છે કે 2010માં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ દબંગની સિક્લવ દબંગ 2માં સલમાન ખાન ડબલ રોલ કરશે. દબંગ 2 આ વર્ષને અંતે 21મી નવેમ્બરે રિલીઝ થશે અને આ વખતે આ ફિલ્મનું દિગ્દર્શન અભિનવ કશ્યપ નહિં, પણ સલમાનના ભાઈ અરબાઝ ખાન કરી રહ્યાં છે.
એમ જોવા જઇએ તો સલમાનની આ ફિલ્મ તાજેતરમાં જ આવેલી અક્ષય કુમારની ફિલ્મ રાઉડી રાઠોડ સાથે ઘણી મળતી આવે છે. રાઉડી રાઠોડમાં જ્યાં પોલીસની વર્ધીમાં અક્ષય કમારે પોતાની દબંગાઈ દાખવી હતી, ત્યારે હવે દબંગ 2માં રાઉડી રાઠોડ સલમાન ખાન દેખાશે. રાઉડી રાઠોડમાં અક્ષય કુમારે પણ ડબલ રોલ કર્યો હતો અને તે ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર સુપર હિટ રહી હતી. હવે સલમાન પણ પોતાની ફિલ્મમાં દબંગ પાત્ર ભજવી કદાચ અક્ષયની સફળતાને દોહરાવવા માંગે છે.
જોકે, અત્યાર સુધી તો સલમાનના ડબલ રોલના સમાચારને અધિકૃત સમર્થન તો નથી મળ્યું, પણ આમ છતાં સલમાને પોતાના ફેન્સ સમક્ષ કઈંક એવો જ ઇશારો કર્યો છે કે તેઓ આ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યાં છે.
હવે સાચુ શું છે, તે તો ફિલ્મના પ્રોમો રિલીઝ થયાં પછી જ ખબર પડશે, પણ એટલું તો જરૂર છે કે જો એક દબંગે બૉક્સ ઑફિસ પર આટલી સફળતા મેળવી હોય, તો બે-બે દબંગ સાથે આવતાં તો બૉક્સ ઑફિસની વાટ જ લાગી જશે.
જોકે, સોનાક્ષી સિન્હા માટે પણ દબંગ 2 ઘણી મહત્વની છે, કારણ કે રાઉડી રાઠોડ બાદ જોકરને કારણે સોનાક્ષીને ભારે નિષ્ફળતાનું મોઢું જોવુ પડ્યુ હતું અને હવે સોનાક્ષીને એક સફળ ફિલ્મનો બહુ આતુરતાપૂર્વક છે. અને દબંગ 2થી સોનાક્ષીને ઘણી આશા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
