ફેસબુક પર દેખાયું સલમાનનો કૂતરા સાથેનો પ્રેમ
મુંબઈ, 15 સપ્ટેમ્બર : બૉલીવુડના રૉક એક્ટર સલમાન ખાન હવે ફાઇનલી ફેસબુક પર આવી જ ગયાં છે. હવે બિગ બી અમિતાભ બચ્ચનની જેમ સલમાન ખાન પણ પોતાની પર્સનલ લાઇફની કેટલીક બહુ જ ખાસ વાતો ફેસબુકના માધ્યમથી પોતાના ફેંસ સાથે શેર કરશે.

ફેસબુક પર આવતા જ સૌપ્રથમ તો સલમાને પોતાની બહુ ખાસ અને બહુ નજીકની બે લોકોની તસવીર મુકી છે અને તે છે તેના કૂતરા.
જુઓ આ સુંદર તસ્વીર. તેને જોઈને એવું જ લાગે છે કે સલ્લુને પોતાના બંને કૂતરાઓ સાથે બેડ શેર કરવામાં કોઈ વાંધો નથી. આ તસવીર જોતા એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે સલમાન ખાન પોતાના બંને કૂતરાઓ સાથે કેટલો પ્રેમ કરે છે.
આ બંને કૂતરાઓના નામ માઇસન અને માઇઝાન છે. તેમાંથી માઇસન કેટલાંક વર્ષો અગાઉ જ મૃત્યુ પામ્યુ હતું. તે વખતે સલમાન પોતાની ફિલ્મ લંડન ડ્રીમ્સનું શુટિંગ કરી રહ્યા હતાં. પણ માઇઝાન હજુ પણ સલમાન ખાનની જાન છે.
માઇસનના મોતના સમાચારથી સલમાન ખાન ઘણાં દુઃખી અને શૉક્ડ થયા હતાં, કારણ કે તે જ દિવસે તેમણે ટ્વિટર પર પોતાના ટ્વિટ વડે પોતાના બંને પ્યારા કૂતરાઓ વિશે લખ્યુ હતું, ‘દર રોજ જ્યારે હું શુટિંગ ઉપરથી પરત ફરુ છું, તો સૌપ્રથમ પોતાના બંને ચેમ્પિયન્સ સાથે સમય વિતાવુ છુ, જેમના નામ મેં માઇસન અને માઇઝાન રાખ્યાં છે. તે જ મારી લાઇફ છે અને હું તેમને માટે બહુ પસેંસિવ છું. જોકે હું તેમને માણસ નથી કહી શકતો, પણ હું તેમને કૂતરા કે પેટ કહેવાનું પણ પસંદ નથી કરતો.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
