Kick In News : મોંઘુ પડશે ‘જુમ્મે કી રાત...’, સલમાને નરગિસના કર્યા વખાણ!!!
મુંબઈ, 22 જુલાઈ : આગામી 25મી જુલાઈ એટલે કે શુક્રવારે રિલીઝ થતી કિક ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. સલમાન ખાનના ફૅન્સ કિકનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે, પરંતુ જાણવા મળે છે કે કિકની ટિકિટ સામાન્ય ફિલ્મ કરતા મોંઘી હશે. કહે છે કે કિકની ટિકિટના ભાવમાં 15થી 20 ટકાનો વધારો થઈ શકે છે.
લાગે છે કે સલમાન ખાન આમિર ખાનની નકલ કરવા જઈ રહ્યાં છે કે જેમણે ધૂમ 3 ફિલ્મની ટિકિટના ભાવમાં વધારો કર્યો હતો. આમ છતાં ધૂમ 3એ ચાર સો કરોડની કમાણી કરી હતી. કિકની ટિકિટના ભાવ વધારા અંગે ટ્રેડ એક્સપર્ટ કમલ નાહટાએ જણાવ્યું કે કિક ફિલ્મ પ્રત્યે લોકોના ક્રેઝ અને ઈદના તહેવારના કારણે ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે કે જેથી ફિલ્મની ટિકિટમાં 15થી 20 ટકાની વૃદ્ધિ થવાની શક્યતા છે.
ચાલો તસવીરો સાથે જાણીએ બહુપ્રતીક્ષિત અને બહુચર્ચિત ફિલ્મ કિક અંગેના ખાસ અપડેટ્સ :

વધશે ટિકિટના ભાવ
સલમાન ખાનની ફિલ્મ કિક થિયેટરમાં જોવી મોંઘી પડી શકે છે, કારણ કે તેની ટિકિટના ભાવમાં 15થી 20 ટકા વધારો થવાની શક્યતા છે.

મહત્વની છે રજાની સીઝન
સલમાન ખાને પોતાની કિક ફિલ્મ ઈદ પ્રસંગે રિલીઝ થવા અંગે જણાવ્યું કે ઈદ જેવી રજાઓની સીઝનમાં કોઈ પણ ફિલ્મની રિલીઝ મહત્વ ધરાવે છે. તેમણે જણાવ્યું કે વ્યવસાયની દૃષ્ટિએ ફિલ્મની રિલીઝ ડેટ નક્કી કરવી જરૂરી છે.

નરગિસ પર ફિદા સલ્લુ
સલમાન ખાન નવોદિત કલાકારોને પ્રોત્સાહિત કરવા માટે જાણીતા છે. તેમણે નરગિસ ફખરીને કિકમાં આયટમ સૉંગ કરવાની તક આપી છે. સલમાનને લાગે છે કે પ્યારી અને જોરદાર ડાન્સર નરગિસ અંગે લોકોની વિચારસરણી ખોટી અને બેબુનિયાદ છે.

નરગિસનો ડાન્સ લાજવાબ
સલમાને જણાવ્યું - નરગિસે ફિલ્મના એક ગીતમાં ડાન્સ આયટમ રજૂ કર્યુ છે કે જે ખૂબ લાજવાબ છે. મને તેઓ સારા લાગે છે. તેમની ઉર્જા જબર્દશ્ત છે અને મારા ખ્યાલથી ગીતના કારણે કિકને બહુ ફાયદો થશે.

સાજિદ-સલમાનની જોડી
સાજિદ નડિયાદવાલા અને સલમાન ખાનની જોડીએ બૉલીવુડમાં અનેક સફળ ફિલ્મો આપી છે. અત્યાર સુધી સાજિદ ફિલ્મોનું નિર્માણ કરતા હતાં, પરંતુ કિક સાથે તેમણે દિગ્દર્શન ક્ષેત્રે પણ ઝંપલાવ્યું છે.

રણદીપે કર્યા વખાણ
કિક ફિલ્મમાં રણદીપ હુડા પણ છે. તેઓ કહે છે કે કિકમાં ઘણી બધી નવી વસ્તુઓ છે કે જેથી તેમનો અનુભવ વધ્યો છે. તેમને સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી. આ પણ એક મોટી બાબત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
