Shocking: ઝરીન ખાને આ શું કહી દીધું સલમાન ખાન માટે!
હેટ સ્ટોરી 3ની અભિનેત્રી ઝરીન ખાન કહ્યું કે "સલમાન ખાન કંઇ મારો મેન્ટોર નથી" નોંધનીય છે કે ઝરીન ખાન તેની બોલીવૂડ ડેબ્યૂ સલમાન ખાનની ફિલ્મ વીરથી કર્યા હતા. તો અચાનક તેવું તો શું થઇ ગયું કે ઝરીન ખાનને સીધે સીધો સલમાન ખાન સાથે પંગો લઇ લીધો. એક બાજુ જ્યાં બોલીવૂડની તમામ હિરોઇનો સલમાન ખાન સાથે કોઇને કોઇ રીતે જોડાવવા માંગતી હોય છે ત્યાં ઝરીન ખાન આ શું કહી દીધું.
વળી બીજી બાજુ આ ફિલ્મ હેટ સ્ટોરી 3ની બીજી અભિનેત્રી ડેઝી શાહ જેણે પણ તેનું બોલીવૂડ ડેબ્યૂ સલમાન ખાનની ફિલ્મ જય હોથી કર્યું હતું તેનું માનવું છે કે સલમાન ખાન તેવા વ્યક્તિ છે કે જેને તે અડધી રાતે પણ ફોન કરી શકે છે. અને તેણે તો ત્યાં સુધી પણ કહી દીધી કે સલમાન ખાનના લીધે જ તેને આ ફિલ્મ મળી છે.
ત્યારે સલમાન ખાનની આ બન્ને અભિનેત્રીઓ વચ્ચે શું વિવાદ છે અને કેમ એક અભિનેત્રી સલમાન ખાનને પોતાના મેન્ટોર બનાવવા માંગે છે અને બીજી નહીં તે વિષે રસપ્રદ ગોસિપ વાંચો નીચેના આ ફોટોસ્લાઇડરમાં સાથે જ જાણો ડેઢી શાહ અને ઝરીન ખાન સલમાન ખાન વિષે શું શું કહ્યું...

લાગે છે ઝરીન સલમાન દ્વારા ડેઝીને સંભળાવા માંગે છે.
ડેઝી શાહ જ્યાં એક બાજુ તેની દરેક વાત માટે સલમાન ખાનને જવાબદાર ગણાવી રહી છે ત્યાં જ લાગે છે કે સલમાન ખાનની બીજી અભિનેત્રી ઝરીન ખાન સલમાન દ્વારા ડેઝી શાહને સંભળાવા માંગે છે. માટે જ તો તેને કહી દીધું કે સલમાન ખાન મારો માર્ગદર્શક એટલે કે મેન્ટોર નથી.

ડેઝી શાહનું બયાન
ડેઝી શાહ થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે સલમાન ખાનને ગમે ત્યારે ફોન કરી શકે છે. અને હેટ સ્ટોરી 3માં હોટ સીન આપવા માટે પણ ખુદ સલમાન ખાને જ તેને મનાવી હતી.

ઝરીન ખાનનું કહેવું
તો આ અંગે ઝરીન ખાને કહ્યું કે હા હું પણ કોઇ પણ સમય સલમાન ખાનને ફોન કરી શકું છું. પણ તેનો મતલબ તે નથી કે તે દરરોજ સલમાન ખાન ફોન કરીને તેને ડિસ્ટર્બ કરે.

ઝરીન ખાન
વધુમાં ઝરીન ખાને કહ્યું કે સલમાન ખાન મને આ ઇન્ડસ્ટ્રીમાં લાવી છે. તેના માટે હું તેની આભારી છું. પણ હવે હું બધુ મારા રીતે કરવા માંગુ છું.

મને ડાયરેક્ટ આવી હતી ઓફર
વધુમાં ઝરીન ખાનને કહ્યું કે તેણે ભૂષણ કુમારે ફોન કરીને સ્કીપ્ટ વિષે જણાવ્યું હતું. અને આ ફિલ્મમાં બોલ્ડ સીન છે તે પણ કહ્યું હતું અને અંતિમ નિર્ણય મારા પર છોડ્યો હતો. જે બાદ તેણે પોતે આ ફિલ્મ કરવાની હા પાડી હતી.

ડેઝી શાહ
તો સામે પક્ષે ડેઝી શાહ થોડાક જ સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેને હેટ સ્ટોરી 3 ફિલ્મ સલમાન ખાન દ્વારા મળી હતી. ભૂષણ કુમારે તેના વિષે સલમાન ખાનને વાત કરી હતી. અને સલમાન ખાને ડેઝી શાહને હેટ સ્ટોરી 3 જેવી બોલ્ડ ફિલ્મમાં બોલ્ડ સીન કરવા માટે મનાવી હતી.

ઝરીન અને ડેઝી
ત્યારે જે રીતે ઝરીન ખાન તેનું નિવેદન મીડિયા સામે આપ્યું છે તે જોતા લાગે છે કે તે સલમાન ખાનનું નામ લઇને હેટ સ્ટોરી 3ની અભિનેત્રી ડેઝી શાહને તે કહેવા માગે છે કે તેણે આ ફિલ્મ પોતાની મેળે મેળવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
