OUCH: સલમાને કર્યું સોનુ નિગમનું અપમાન!
સલમાન ખાન ક્યારે, કોને, શું કહી દેશે તે કહેવુ કે તેનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે. અને તે વાતમાં કોઇ શંકા નથી. મજાકમાં હોય કે પછી ગુસ્સામાં, સલમાન કઇ પણ બોલી શકે છે. હાલમાં જ કઇક એવુ થયુ કે જ્યારે સલમાને વાતો વાતોમાં એક ઇવેન્ટ દરમ્યાન સોનુ નિગમનું અપમાન કરી નાખ્યું.
"સુરો કે રંગ" ઇવેન્ટને સોનુ નિગમ હોસ્ટ કરી રહ્યાં હતા. બધુ સારૂં જ ચાલી રહ્યું હતુ પણ જ્યારે સલમાનને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે સલમાને સોનુને વાતો વાતોમાં ઘણું કહી દીધુ. સલમાને કહ્યું કે તેમને તેમની ફિલ્મો માટે કોઇ સીંગરની જરૂર નથી. સલમાન સાબિત કરવા માંગતા હતા કે સીંગર્સનું કામ એક્ટર્સથી સરળ હોય છે. સલમાને કહ્યું કે તેમનો અવાજ પણ ઠીકઠાક છે, અને ટેક્નોલોજીથી તેને વધુ સારો બનાવી શકાય છે.
જણાવી દઇએ કે આ ઇવેન્ટમાં સલમાન અને સોનુનું એક ફન સેગમેન્ટ થવાનું હતુ. પરંતુ હવે તેને કેન્સલ કરી નાખવામાં આવ્યું છે. વેલ સલમાનના બોલવા પર હવે વિવાદ તો થઇ ગયો છે, પણ હવે જાણી લઇએ કે સલમાને અત્યારસુધીમાં કેટલા ગીતો ગાયા છે.

મેં હું હીરો તેરા....
સૂરજ પંચોલી અને આથિયા શેટ્ટીની ફિલ્મ "હીરો"નો સૌથી ફેમસ ટ્રેક "મેં હું હીરો તેરા"...સલમાન ખાને ગાયુ છે.

હેંગઓવર
સુપરહીટ ફિલ્મનું આ ગીત પણ હીટ થયુ હતુ. આ ગીત પહેલા સોનુ નિગમના અવાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતુ. પરંતુ રિલીઝ સલમાન ખાનના અવાજમાં કરવામાં આવ્યું.

વોન્ટેડ
ફિલ્મ વોન્ટેડના મોસ્ટ વોન્ટેડ ટ્રેકને પણ સલ્લુએ અવાજ આપ્યો છે. ગીત હીટ રહ્યું હતુ.

ચાંદી કી ડાલ પર સોને કા મોર
ફિલ્મ "હેલ્લો બ્રધર"નું આ ગીત મસ્ત હતુ. આ ગીતને લોકોએ ઘણું પસંદ કર્યું હતુ. આ ગીતમાં સલમાન ખાન અને રાણી મુખર્જી હતા. સલમાને અલ્કા યાજ્ઞિક સાથે આ ગીત ગાયુ હતુ.

ચલ મેરે ભાઇ
"ચલ મેરે ભાઇ"નું ટાઇટલ સોન્ગ સલમાન ખાન અને સંજય દત્તે સાથે ગાયુ છે. આ ગીતને શંકર મહાદેવે આવાજ આપ્યો હતો, ગીત હીટ રહ્યું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
