Pics : સલમાનના હિટ એન્ડ રન કેસ અંગે આજે સુનવણી
મુંબઈ, 24 જૂન : સલમાન ખાનના ઘણા વર્ષોથી ચાલતા હિટ એન્ડ રન કેસની સુનવણી આજે મુંબઈની સેશન કોર્ટમાં થશે. આ કેસના પગલે સલમાન ગુનેગાર ઠેરવાય, તો તેમને 10 વરસની સજા થઈ શકે છે. સલમાનના ફૅન્સ તો દુઆ કરી રહ્યાં છે કે તેઓ નિર્દોષ છુટી જાય કે જેથી તેમને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે.
સલમાન ખાન વિરુદ્ધ હિટ એન્ડ રન કેસ 28મી સપ્ટેમ્બર, 2002ના રોજ નોંધાયોહતો. તે રાત્રે સલમાન બાંદ્રા ખાતે પોતાની એસયવી ગાડી સ્પીડમાં ચલાવતા જઈ રહ્યાં હતાં કે અચાનક તેમની ગાડી ફુટપાથે ચઢી ગઈ અને ત્યાં હાજર બેકરી સામે સૂતા લોકોમાંથી એકનું મોત થઈ ગયું હતું, જ્યારે ચાર ઈજાગ્રસ્ત થઈગયા હતાં.
સલમાન ખાન સામે આ કેસ છેલ્લા દસ વરસથી ચાલી રહ્યો છે. આજે સલમાન ખાન પુનઃ અદાલત સમક્ષ હાજર થશે. છેલ્લી સુનવણી વરસાદના કારણે ટાળી દેવાઈ હતી. સલમાન તથા તેમના ફૅન્સ પણ ટેંશનમાં છે.
આવો તસવીરો સાથે જોઇએ સલમાનના ફૅન્સ કેવી દુઆઓ કરે છે તેમના માટે :

સલમાન માટે કંઈ પણ કરી શકું
સલમાનના બહુ મોટા ફૅન ઝુબેર ખાન કહે છે - સલમાન માટે કંઈ પણ કરી શકુ છું. આજે દિવસ ભર સલમાન માટે દુઆ કરીશ કે તેઓ નિર્દોષ છુટી જાય.

ટેંશનનો દિવસ
પ્રીતિ મીરચંદાણી કહે છે - સલમાન માટે ટેંશન એટલે મારા માટે પણ આજે ટેંશનનો દિવસ છે. ભગવાન કરે કે તેઓ બચી જાય.

સલમાન સાથે ખુદા છે
કામાક્ષયનું કહેવું છે સલમાન આજે કોર્ટમાં રજૂ થશે. આશા છે કે આ કેસ જલ્દીથી જલ્દી ખતમ થઈ જાય. સલમાન સાથે ખુદા છે.

ભગવાન બચાવે સલમાનને
તમામ ફૅન્સ એક જ દુઆ કરે છે કે ભગવાન સલમાનને બચાવી લે.

કંઈ નહિં થાય
કેટલાંક લોકોને આશા છે કે સલમાનને કંઈ નહિં થાય અને ફૅન્સે અકારણ ભયભીત થવાની જરૂર નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
