ટાઈગર 3 જોવા પહોંચેલા લોકોએ થિયેટરમાં ફોડ્યા ફટાકડા, ડરામણો Video વાયરલ
Tiger 3 Viral Video: સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટાઈગર 3' ગઈ કાલે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે સલમાન ખાનની કારકિર્દીને ફરી જીવંત કરી છે. અભિનેતાને આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાંથી એક મળી ગઈ છે. આ ફિલ્મે 'ગદર 2'નો રેકોર્ડ તોડ્યો છે.
સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' 12મી નવેમ્બરે દિવાળી પર દેશભરમાં હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. શરૂઆતના દિવસે આ ફિલ્મ શાહરૂખ ખાનની 'પઠાણ' અને 'જવાન'ની બરોબરી કરી શકી નથી પરંતુ સલમાને પોતાની જ ફિલ્મ 'ભારત'નો રેકોર્ડ તોડ્યો છે.

ફેસ્ટિવલના અવસર પર રીલિઝ થયેલી આ ફિલ્મની તોફાની ઓપનિંગની અપેક્ષા હતી પરંતુ એવું થયું નહીં. જો કે, ફિલ્મ સન્માનજનક કલેક્શન કરવામાં સફળ રહી છે. સલમાન ખાનની ફિલ્મ હોય અને હોબાળો ન થાય એવુ ન બને. ગઈકાલે કેટલાક તોફાની તત્વો સિનેમા હોલમાં ફટાકડા લઈ ગયા હતા અને ત્યાં ફોડવાનું શરૂ કર્યું હતું.
આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો વિચારી રહ્યા છે કે કોઈ સિનેમા હોલમાં ફટાકડા કેવી રીતે લઈ જઈ શકે. 'ટાઈગર 3' સલમાનના કરિયરની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. પહેલા 'ભારત' 42 કરોડ રૂપિયાની કમાણી સાથે સલમાનની મોટી ઓપનર હતી, પરંતુ હવે તે 'ટાઈગર 3' છે.
જોકે, તે શાહરૂખની 'પઠાણ' અને 'જવાન'ના પ્રથમ દિવસના રેકોર્ડ તોડી શકી નથી. શરૂઆતના દિવસે 'પઠાણ'એ દેશભરમાં 57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે 'જવાન'એ તમામ ભાષાઓમાંથી 75 કરોડ રૂપિયા અને માત્ર હિન્દી ભાષામાંથી 65.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Ohhh Bhaisahab 😭 Non Stop Crackers Inside the Theatre on Megastar #SalmanKhan's Entry, NOT SAFE but Fans nahi maanenge 💀Madness is an Understatement Here 🤯💥 #Tiger3 #Tiger3review pic.twitter.com/jqfWDE8CPz
— YOGESH (@i_yogesh22) November 12, 2023
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
