ઓસાકા પહોંચી એક થા ટાઇગર ફિલ્મની ટીમ
મુંબઈ, 4 માર્ચ : સલમાન ખાનના ચાહનારાઓ દુનિયા ભરમાં મોજૂદ છે. ગત વર્ષે રિલીઝ થયેલ એક થા ટાઇગર ફિલ્મે ભારતથી માંડી વિદેશો સુધી બમ્પર કમાણી કરી હતી. હવે આ ફિલ્મ જાપાનમાં અને જાપાની ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે. જાપાનમાં એક થા ટાઇગર એટલે કે ઈટીટી રિલીઝ કરવા માટે તેને જાપાનીઝમાં ડબ કરાઈ છે. ભારતમાં ગત 15મી ઑગસ્ટે રિલીઝ થયેલી એક થા ટાઇગરે પ્રથમ જ દિવસે 33 કરોડની કમાણી કરી હતી.

ઈટીટી જાપાનમાં રિલીઝ થવાથી ખુશખુશાલ દિગ્દર્શક કબીર ખાને ટ્વિટ કરી આ માહિતી લોકોને આપી. હાલ એક થા ટાઇગરના પ્રમોશન માટે કબીર ખાન જાપાનના ઓસાકા શહેર પહોંચી ચુક્યાં છે. કબીર ખાને ગઈકાલે ટ્વિટ કર્યુ હતું - એક થા ટાઇગર જાપાનમાં રિલીઝ થઈ રહી છે. હું ઓસાકા, ક્યોટો અને ટોકિયો જઈ રહ્યો છું ઇંટરવ્યૂ તેમજ પબ્લિસિટી માટે.
દરમિયાન કબીર ખાને આજે સવારે ટ્વિટ કર્યું - એક થા ટાઇગરના પ્રમોશન માટે જાપાનમાં પ્રથમ સ્ટૉપ છે ઓસાકા. બસ અત્યારે અમી અહીં પહોંચ્યાં છે. કબીર ખાને વધુ એક ટ્વિટ કર્યું - સલમાનને સ્ક્રીન ઉપર જાપાની ભાષા બોલતા જોવા હું આતુર છું. કબીર ખાન સાથે એક ટાઇગરના પ્રમોશન માટે યશ બૅનરની આખી ટીમ છે. કબીર ખાન દિગ્દર્શિત ફિલ્મ ઈટીટી ભારતના એક ગુપ્તચર એજંટ અને આઈએસઆઈ એજંટ વચ્ચેની પ્રણય કથા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
