દબંગ 2 : બીજા દિવસે ઓસર્યો ચુલબુલનો જાદુ
મુંબઈ, 24 ડિસેમ્બર : આ વર્ષની બહુચર્ચિત ફિલ્મોમાંની એક દબંગ 2 કે જે ગત શુક્રવારે રિલીજ થઈ હતી તેને પ્રથમ દિવસે જોરદાર ઓપનિંગ મળ્યુ હતું, પરંતુ બીજા દિવસે તેની સફળતામાં થોડી ઓટ આવી છે. તેની કમાણીમાં પ્રથમ દિવસની સરખામણીએ દસ ટકાની ઓટ આવી અને તેણે બૉક્સ ઑફિસે બીજા દિવસે માત્ર 19.06 કરોડની કમાણી કરી.

આપને જણાવી દઇએ કે સલમાન ખાનની દબંગ 2ની પ્રથમ દિવસની કમાણી ગત 7મી ડિસેમ્બરે રિલીઝ થયેલ અક્ષય કુમારની રાઉડી રાઠૌડ ફિલ્મ કરતાં ખૂબ વધુ છે, પરંતુ આ કમાણી સલમાનની આ વર્ષની સૌથી મોટી હિટ એક થા ટાઇગર ફિલ્મ કરતાં ઓછી છે.
ફિલ્મ પહેલા ભાગની સિક્વલ છે એટલે સ્વાભાવિક છે કે સરખામણી તો થશે. તેથી લોકોએ પહેલા ભાગ સાથે સરખામણી કરી છે અને તેમને નિરાશા સાંપડી છે. અગાઉ સફળ મીડિયાકર્મી અને હાલ બૅંક કર્મચારી શિવદીપ પાન્ડેએ પોતાની ફેસબુક વૉલ પર ફિલ્મ જોયા બાદ પ્રત્યાઘાત આપ્યા છે કે તેમને દબંગ 2એ નિરાશ કરી છે. ફિલ્મની પટકથા ખૂબ નબળી છે. ફિલ્મના સંવાદ અગાઉ જેટલા સારાં નથી અને નથી ફેવીકૉલ સૉંગ મુન્નીનું સ્થાન લઈ શક્યું. સરવાળે દબંગ 2 નિરાશ કરે છે. એવી જ પ્રતિક્રિયા દિલ્હીના રવિ કિશોર અને સુજાતા મહેતાએ પણ આપી છે.
આપને જણાવી દઇએ કે દબંગ 2 શુક્રવારે ભારતમાં 3500 સ્ક્રીનો પર રિલીઝ થઈ છે અને તેના માટે 100 ટકા એડવાંસ બુકિંગ થઈ હતી. ઉત્તર ભારતના તો અનેક વિસ્તારોમાં સલમાનના ચાહકોએ નિરાશ થવું પડ્યું, કેમ કે એડવાંસ બુકિંગના કારણે પ્રથમ દિવસના શોની ટિકિટ તેઓ મેળવી ન શક્યાં. જોકે દબંગ 2એ સલમાનની જ મેગાહિટ ફિલ્મ એક થા ટાઇગરનો ઓપનિંગ રેકૉર્ડ નથી તોડ્યું, પરંતુ છતાં પ્રથમ દિવસે કમાણીમાં સલમાને આ વર્ષની તમામ હિટ ફિલ્મોને પાછી પાડી દીધી છે. પ્રથમ દિવસની કમાણીની બાબતમાં વર્ષની પ્રથમ હિટ ફિલ્મ કરણ જૌહરની અગ્નિપથ હતી કે જેમાં કાંચા ચીનાને જોવા માટે લોકોએ એડવાંસ ટિકિટો ખરીદી હતી. તેના પગલે પ્રથમ દિવસે જ ફિલ્મે 23 કરોડનો બિઝનેસ કર્યો હતો, પરંતુ 26મી જાન્યુઆરીની રજાના કારણે ફિલ્મને સારો રિસ્પૉન્સ મળ્યો હતો. બીજી બાજુ ચુલબુલ પાન્ડેએ તો વગર રજાએ જ તમામ ફિલ્મોની છુટ્ટી કરી દીધી છે, પરંતુ પ્રથમ દિવસના શોના રિસ્પૉન્સ રૉબિન હુડની તરફેણમાં નથી દેખાતાં. જોકે હજુ કોઈ તારણે પહોંચવું વહેલું ગણાશે. તેથી આગામી બે દિવસ રાહ જોવી જ રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
