Pics : આમિરે બાદશાહ પછી દબંગને કર્યા દંગ
મુંબઈ, 8 ડિસેમ્બર : બૉલીવુડના બે સ્ટાર્સ સલમાન ખાન અને આમિર ખાનની મૈત્રી કાયમ ચર્ચામાં જ રહે છે. આમિર અને સલમાન કાયમ પોતાની મૈત્રીને કોઈને કોઈ બહાને હૅડલાઇન્સ બનાવી જ દે છે. હવે પોતાની મૈત્રીને એક નવો ઉપહાર આપ્યો આમિરે. તાજેતરમાં જ આમિર ખાને સલમાન ખાનની દબંગ 2 ફિલ્મના સેટ પર એક સરપ્રાઇઝ વિઝિટ કરી. દબંગ 2ના સેટ પર જ્યારે આમિરને જોયાં, તો સૌ કોઈ આશ્ચર્યમાં પડીગયાં. પોતે દબંગ 2ના પાંડેજી એટલે કે સલમાન ખાન પણ આશ્ચર્યચકિત રહી ગયાં.
એક લીડિંગ ડેલી મુજબ સલમાન ખાન પોતાની ફિલ્મ દબંગ 2નું શુટિંગ મુંબઈના મહેબૂબ સ્ટુડિયો ખાતે કરી રહ્યા હતાં. ત્યારે સલમાના મિત્ર આમિર ખાને પોતાની સરપ્રાઇઝ એન્ટ્રી લીધી અને દબંગ 2ની આખી ટીમને આશ્ચર્યમાં મુકી દીધી. સલમાન ખાન તો આમિરને સેટ પર જોઈ દંગ જ રહી ગયાં અને તેમની મૈત્રી ઉપર ફિદા થઈ ગયાં.
નોંધનીય છે કે સલમાન ખાન પણ જ્યારેને ત્યારે આમિર ખાનના વખાણ કરી પોતાની મૈત્રી સૌની સામે રજુ કરે છે. બીજી બાજુ આમિર ખાન મૈત્રીભાવમાં ક્યારેય ભેદ નથી રાખતાં. તેઓ જેટલી મૈત્રી સલમાન સાથે ધરાવે છે, તેટલી જ સલમાનના કથિત શત્રુ શાહરુખ ખાન સાથે પણ ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આમિર ખાન સેટ પર આવતાં સલમાન ખાને શુટિંગ અધવચ્ચે રોકી બ્રેક લીધું અને બેસીને આરામથી આમિર સાથે ગપ્પા લડાવ્યાં. સાથે જ તેમણે આમિરને તે દિવસના શુટિંગના ફુટેજ પણ બતાવ્યાં.
એમ તો માનવું પડશે કે આમિર ખાન પોતાના દરેક સંબંધમાં પરફેક્શન ધરાવે છે. એક્ટિંગ સાથે તેમને પોતાના સંબંધોમાં પણ પરફેક્શન ગમે છે અને કદાચ તેથી જ તેઓ દરેક વખતે પોતાના નજીકના લોકોને સરપ્રાઇઝ આપે છે. થોડાંક દિવસ અગાઉ શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાનના પ્રીમિયરમાં પહોંચી ગયાં હતાં અને ત્યાં પણ તેમણે પોતાના પરફેક્શનનો દાખલો આપતાં શાહરુખ અને સલમાન બંનેની ફિલ્મોની સફળતાની દુઆ કરી હતી.

આમિરનું મૈત્રી પરફેક્શન
આમિર ખાને તાજેતરમાં જ દબંગ 2 ફિલ્મના સેટ પર પહોંચી આમિર ખાન સહિત સમગ્ર દબંગ 2 ટીમને આશ્ચર્યચકિત કરી નાંખી.

આમિરનું મૈત્રી પરફેક્શન
આ છે સલમાન-આમિરની દુર્લભ તસવીરો કે જેમાં સલમાન અને આમિર બંને નવયુવાન જણાય છે.

આમિરનું મૈત્રી પરફેક્શન
સલમાન અને આમિર પ્રથમ વાર અંદાઝ અપના અપના ફિલ્મમાં સાથે દેખાયાં હતાં.

આમિરનું મૈત્રી પરફેક્શન
ફિલ્મ અંદાઝ અપના અપનામાં બંને એક જ હીરોઇન ઉપર મરી પરવારે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન-આમિરની મૈત્રીના લોકો દાખલા આપે છે.

આમિરનું મૈત્રી પરફેક્શન
2009માં સલમાન ખાન આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટ્સના પ્રીમિયરમાં પહોંચ્યા હતાં. આખરે સલમાન કેમ છોડી શકે પોતાના બેસ્ટ ફ્રેન્ડ આમિરની ફિલ્મનું પ્રીમિયર?

આમિરનું મૈત્રી પરફેક્શન
બે મિત્રો પહેલી વાર નાના પડદે પહેલી વાર દેખાયા દસ કા દમ રીયલિટી શોમાં.

આમિરનું મૈત્રી પરફેક્શન
આમિર અને શાહરુખ બે સફળ કલાકારો છે બૉલીવુડમાં.

આમિરનું મૈત્રી પરફેક્શન
આમિર ખાન મુજબ સલમાન અને શાહરુખ બંને તેમના મિત્રો છે. મારા માટે એ વાતનો કોઈ મહત્વ નથી કે સલમાન-શાહરુખ વચ્ચે શું છે?

આમિરનું મૈત્રી પરફેક્શન
આમિર અને શાહરુખ વચ્ચે કોઈ મતભેદ નથી.

આમિરનું મૈત્રી પરફેક્શન
આમિરનું કહેવું છે કે તેઓ શાહરુખની ખૂબ રિસ્પેક્ટ કરે છે.

આમિરનું મૈત્રી પરફેક્શન
આપણે આશા સેવીએ કે ક્યારેક તો એવો દિવસ આવશે કે જ્યારે આ ત્રણે ખાન રૂપેરી પડદે એક સાથે ચમકશે અને એમ પણ આશાવાદ રાખી શકાય કે આવો ચમત્કાર બંને વચ્ચેના સેતુ તરીકે આમિર જ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
