Salaar Teaser Release: પ્રભાસની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'સલાર'નુ રૂંવાડા ઉભા કરી દે તેવુ ટીઝર રિલીઝ, જુઓ Video
Salaar Official Teaser: પ્રભાસની જે ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવી 'સલાર'નુ ટીઝર 6 જુલાઈના રોજ એટલે કે આજે સવારે 5.12 મિનિટે રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.
'સલાર' ફિલ્મનુ ધમાકેદાર ઓફિશિયલ ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યુ છે. રિલીઝ થતા જ સલારનુ ટીઝર વાયરલ થઈ ગયુ છે અને ટ્રેન્ડ પણ થઈ રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ 'સલાર' બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ સલારઃ સીઝ ફાયર(Salaa: Cease Fire)નુ ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે. ફિલ્મનુ નિર્દેશન કેજીએફ ફેમ પ્રશાંત નીલે કર્યુ છે.
નોંધનીય છે કે કેજીએફ 2માં 5.12 મિનિટે જ રૉકી ભાઈ સમુદ્રમાં ડૂબે છે અને માટે સલારનુ ટીઝર એ જ સમયે એટલે કે સવારે 5.12 મિનિટે ટીઝર રિલીઝ કરવુ એ બંને ફિલ્મ વચ્ચે એક કનેક્શન બતાવે છે. ટીઝર જોઈને કેજીએફ અને રૉકીભાઈની યાદ આવી ગઈ.
ટીઝરની શરુઆતમાં બૉલિવુડ અભિનેતા ટીનૂ આનંદ પ્રભાસના કેરેક્ટરને ઈન્ટ્રોડ્યુસ કરે છે અને કહે છે કે ચીતા, ટાઈગર, એલિફન્ટ...વેરી ડેન્જરસ, બટ નૉટ ઈન જુરાસિક પાર્ક...ત્યારબાદ પ્રભાસના સીનમાં તેની એક ઝલક જોવા મળે છે. જે જબરદસ્ત એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે. ટીઝરમાં પૃથ્વીરાજનો પણ લુક બતાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે હોમ્બલે ફિલ્મની સલાર પાર્ટ 1: સીઝફાયરમાં પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, ઈશ્વરી રાવ, જગપતિ બાબૂ, શ્રિયા રેડ્ડી, ટીનૂ આનંદ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 28 સપ્ટેમ્બર, 2023ના રોજ તેલુગુ, કન્નડ, મલયાલમ, તમિલ અને હિંદી સહિત 5 ભાષાઓમાં એકસાથે રિલીઝ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
